દિલ્હી/ યુક્રેનમાં ફસાયેલા 240 ભારતીયોને લઈને બુડાપેસ્ટથી દિલ્હી પપહોંચી ત્રીજી ફ્લાઇટ, વિદ્યાર્થીઓમાં જોવા મળ્યો આનંદ

યુક્રેનથી ભારતીય નાગરિકોને લઈને આવતું વિમાન રવિવારે વહેલી સવારે દિલ્હી એરપોર્ટ પહોંચ્યું હતું. આ ફ્લાઈટમાં 250 ભારતીય નાગરિકો ભારત આવ્યા છે. અત્યાર સુધીમાં ત્રીજી ફ્લાઈટ ભારત પહોંચી છે.

Top Stories India
બુડાપેસ્ટથી

યુક્રેનમાં ફસાયેલા 240 ભારતીય નાગરિકોને લઈને બુડાપેસ્ટથી ત્રીજી ફ્લાઈટ પણ રવિવારની વહેલી સવારે દિલ્હી એરપોર્ટ પર પહોંચી છે. યુક્રેન અને રશિયા વચ્ચે તણાવ વધી રહ્યો છે. યુદ્ધના ચોથા દિવસે પણ સતત હુમલા થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ભારત યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે. શનિવારે વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે ભારત સરકારે ભારતીયોને બહાર કાઢવા માટે આ મિશનને ઓપરેશન ગંગા નામ આપ્યું છે.

એર ઈન્ડિયાનું વિમાન(Air India plane) 250 ભારતીયોને લઈને બુખારેસ્ટથી મુંબઈ માટે રવાના થયું છે. અધિકારીઓએ જણાવ્યું કે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટે એર ઈન્ડિયાની આ પ્રથમ ઈવેક્યુએશન ફ્લાઈટ છે. એરલાઇનની બીજી ઇવેક્યુએશન ફ્લાઇટ સવારે 11.40 વાગ્યે દિલ્હીથી રવાના થઈ(From Bucharest to Mumbai) હતી અને IST સાંજે લગભગ 6.30 વાગ્યે બુખારેસ્ટ પહોંચવાની અપેક્ષા છે.

ભારતીય નાગરિકો રસ્તા દ્વારા યુક્રેન-રોમાનિયા બોર્ડર પર પહોંચ્યા હતા તેઓને ભારત સરકારના અધિકારીઓ બુખારેસ્ટ લઈ ગયા હતા જેથી તેઓને એર ઈન્ડિયાની ફ્લાઈટ દ્વારા ઘરે લાવી શકાય. પ્રથમ એક્ઝિટ ફ્લાઇટ AI1944 બુખારેસ્ટથી IST બપોરે 1:55 વાગ્યે રવાના થઈ હતી અને લગભગ 9 વાગ્યા સુધીમાં મુંબઈ એરપોર્ટ પહોંચવાની અપેક્ષા છે. 250 વધુ ભારતીય નાગરિકો સાથે બીજી ઇવેક્યુએશન ફ્લાઇટ AI1942 રવિવારે વહેલી સવારે દિલ્હી પરત ફરે તેવી અપેક્ષા છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સ્વદેશ લાવવા એર ઈન્ડિયા શનિવારે બુખારેસ્ટ અને હંગરીની રાજધાની બુડાપેસ્ટ માટે વધુ ફ્લાઈટ્સ ચલાવશે. ગુરુવારે, યુક્રેનિયન સત્તાવાળાઓએ પેસેન્જર વિમાનોના સંચાલન માટે તેમના દેશની એરસ્પેસ બંધ કરી દીધી હતી, તેથી ભારતીયોને ઘરે લાવવા માટે આ ફ્લાઇટ્સ બુખારેસ્ટ અને બુડાપેસ્ટથી ચલાવવામાં આવી રહી છે.

રશિયાએ યુક્રેન પર પોતાનું સૈન્ય અભિયાન આક્રમક બનાવી દીધું છે. રશિયા યુક્રેન પર સતત હુમલા કરી રહ્યું છે અને રાજધાની કીવમાં આ હુમલાઓ વધારે ઉગ્ર બનાવ્યા છે. તેવામાં યુક્રેનના પ્રમુખ વોલ્દોમીર ઝેલેન્સ્કીએ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી છે. યુક્રેનના પ્રમુખનું આ પગલું મહત્વનું માનવામાં આવી રહ્યું છે. પ્રમુખ ઝેલેન્સ્કીએ શનિવારે એક ટ્વિટ કરીને વડાપ્રધાન મોદી સાથે વાતચીત કરી હોવાની જાણકારી આપી છે. તેમણે ભારત પાસે યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં મદદ પણ માગી છે.

તેમણે ટ્વિટ કરી હતી કે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી છે. રશિયાના આક્રમણ વિશે વાત કરી. 1,00,000થી વધુ ઘૂસણખોરો યુક્રેનની ધરતી પર છે. તેઓ કપટપૂર્વક અમારી રહેણાક ઈમારતો પર હુમલા કરી રહ્યા છે. અમે ભારતને યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં અમારું સમર્થન કરવાની અપીલ કરીએ છીએ. સાથે મળીને આ આક્રમણને અટકાવીએ. ભારતે ચીન અને યુએઈની સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં નિંદા પ્રસ્તાવ દરમિયાન મતદાન કર્યું ન હતું. જ્યારે 11 સભ્યોએ રશિયા વિરુદ્ધ વોટિંગ કર્યું હતું. રશિયાએ સુરક્ષા પરિષદમાં ભારતના વલણની પ્રશંસા કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે પણ વાતચીત કરી હતી.

આ પણ વાંચો :ઉત્તરપ્રદેશમાં આજે પાંચમાં તબક્કાનું મતદાન,ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય સહિત અનેક દિગ્ગજોનું ભાવિ દાવ પર

આ પણ વાંચો : તાજ મહેલ જોવા માટે હવે કોઇ ચાર્જ ચૂકવવાનો નથી ફ્રી એન્ટ્રી,જાણો વિગત

આ પણ વાંચો : કર્મચારીઓ માટે ખુશખબર,આટલા મહિનાનું એરિયર્સ સરકાર ચૂકવશે,જાણો

આ પણ વાંચો :યુક્રેનમાં ભારતીય વિધાર્થીઓ મુશ્કેલીમાં છે અને PM મોદી ચૂંટણીમાં વ્યસ્ત છે : કોંગ્રેસ