ગુલાબો સોંગમાં ગોલુ મોળું દેખાતી સનાહ કપૂર જેને ફિલ્મ ‘શાનદાર’માં શાહિદ કપૂરની બહેનનો રોલ પ્લે કર્યો હતો જેને પછળના વર્ષોમાં તેના વજનના કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો, તે 8 વર્ષમાં આધાગ મહેનત તેમજ કસરત કરી સ્લીમ એન્ડ ટ્રીમ થઈ ગઈ છે હવે તે આલિયા,કિયારાને પણ ટક્કર આપે છે.
સનાહ કપૂરે શાનદાર ફિલ્મમાં શાહિદ કપૂરની બહેનની રોલ પ્લે કર્યો હતો, જેને તેના વજનને કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. તમને જણાવી દઈએ કે હવે સનાહે 8 વર્ષમાં પોતાને સુપર ફિટ બનાવી લીધી છે. તેનું રૂપાંતર જોઈને હવે તમે તેને ઓળખી પણ નહીં શકો.
શાહિદ કપૂર અને આલિયા ભટ્ટની 2015માં આવેલી ફિલ્મ ‘શાનદાર’ બોક્સ ઓફિસ પર સારી કમાણી ન કરી શકી, પરંતુ આ ફિલ્મનું ગીત ‘ગુલાબો જરા ઇતર ગીરા દો’ ખૂબ લોકપ્રિય થયું હતું. આ ગીતમાં શાહિદ અને આલિયાની સાથે શાહિદની સાવકી બહેન સનાહ કપૂર પણ જોવા મળી હતી. આ ફિલ્મ સનાહની ડેબ્યુ ફિલ્મ હતી. ભલે ફિલ્મ ન ચાલી, પરંતુ સનાહને ફિલ્મથી ઓળખ મળી. હેવી વેઈટ ગોલુ,મોલુ જેવી દેખાતી સનાહ આજે ઘણી બદલાઈ ગઈ છે, તેને પહેલી નજરે ઓળખવી પણ મુશ્કેલ બની છે.
શાનદાર ફિલ્મમાં ગોલુ-મોલુ જેવી દેખાતી સનાહ કપૂર હવે એકદમ ફિટ અને ગ્લેમરસ લાગે છે. સનાહની લેટેસ્ટ તસવીરો જોઈને તમારા માટે અનુમાન લગાવવું મુશ્કેલ હશે કે તે શાનદાર ફિલ્મની સનાહ છે.
સનાહે એમએની ડિગ્રી લીધી છે અને તેને થિયેટરનો ખૂબ શોખ છે. જોકે સના હવે ફિલ્મોનો જાણીતો ચહેરો બની ગયો છે. સનાહ પીઢ અભિનેતા પંકજ કપૂર અને અભિનેત્રી સુપ્રિયા પાઠકની પુત્રી અને અભિનેતા શાહિદ કપૂરની સાવકી બહેન છે.
સનાહ તેના કોમેડી રોલના કારણે ચર્ચામાં રહે છે. તે ઘણી વેબ સિરીઝમાં જોવા મળી છે. તે કોમેડી ફિલ્મ ખજૂર પર અટક, સરોજ કી શાદી, રામ પ્રસાદ કી તેરહવી જેવી ફિલ્મોમાં પણ જોવા મળી હતી. તે તેની કાકી રત્ના પાઠક શાહ અને રાજ બબ્બર જેવા દિગ્ગજ કલાકારો સાથે વેબ સિરીઝ હેપ્પી ફેમિલી કંડીશન્સ એપ્લાયમાં પણ જોવા મળી હતી
આ પણ વાંચો :દુઃખદ સમાચાર/ ચંદ્રયાન-3 મિશનમાં મહત્વની ભૂમિકા ભજવનાર ISROના આ મહિલા વૈજ્ઞાનિકનું થયુ નિધન
આ પણ વાંચો : FILM INDUSTRY/એક એવી બોલિવૂડની ‘ઝીરો બજેટ’ ફિલ્મ જેને શૂટ કરવા માટે એક પૈસો પણ ખર્ચાયો ન હતો
આ પણ વાંચો : LOOT/ અમદાવાદમાં લૂંટારુઓ બેફામઃ નારણપુરામાં ધોળા દિવસે વેપારી લૂંટાયો