વડોદરાનાં સમગ્ર તંત્રને એક ભેંસે તો બાલાવી દીધાનો વિચીત્ર કિસ્સો સામે આવ્યો છે, ત્યારે લોકોનાં મુખેથી ઉદ્દગાર સાંભળવા મળી રહ્યા છે કે, “આ ભૂરાઇ ભેંસે તો ભારે કરી ભાઇ” ભેંસ દ્વારા એવો તો આતંક મચાવવામાં આવ્યો કે ભૂરાઇ થયેલી ભેંસે બે લોકોને હડફેટે લઇ લેતા ઇજા પણ પહોંચાડી હતી.
વડોદરા મનપાનાં કર્મચારીઓને ભેંસને કાબુ કરી પાંજરે પુરવામા નાકે દમ આવી ગયો હતો. ભેંસને પકડવા મહાપાલિકાએ વિશેષ ઓપરેશન લોન્ચ કરવાની ફરજ પડી હતી. મનપાની ઢોર પકડતી પાર્ટીનાં 30 કર્મચારીઓ આ ઓપરેશનમાં જોડાયાં હતા. બે – બે ઇન્જેક્શન આપી ભેંસને કાબુ કરવાં પ્રયાસ કરવામા આવ્યો હતો. તો પણ કામ ન બનતા ભેંસને કાબુ કરવાં માટે “ઝુ” ક્યુરેટરની પણ મદદ લેવાઇ હતી.
એ તો ઠીક પણ આ ઓપરેશનમાં મનપાએ નાછુટકે બેકાબુ ભેંસને પકડવા પાલિકાએ પોલીસની મદદ પણ લીધી હતી. અઢી કલાકની જહેમત બાદ ભેંસ કાબુમાં આવી અને મનપાની ટીમે રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટના વડોદરાનાં ડભોઈ-વાઘોડિયા રોડ પર ઘટી હતી.
જુઓ ભેંસનાં આતંકનો સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન