Electric Car/ માત્ર 25 રૂપિયાના ખર્ચમાં 200 કિમી ચાલે છે આ કાર, જાણો કારના અન્ય ફીચર્સ

સોશિયલ મીડિયા પર ઇલેક્ટ્રિક કાર ટ્રેન્ડ કરી રહી છે. જે કુલ 25 રૂપિયાના ખર્ચે સમગ્ર 200 કિમીની મુસાફરી કરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

Trending Tech & Auto
ઇલેક્ટ્રિક કાર

પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને છે. આવી સ્થિતિમાં લોકો પેટ્રોલ-ડીઝલનો વિકલ્પ શોધવા લાગ્યા છે. અત્યારે ઇલેક્ટ્રિક કારની કિંમત એટલી વધી ગઈ છે કે તે સામાન્ય માણસના બજેટમાં નથી આવી શકતી. વધતી જતી મોંઘવારી વચ્ચે સોશિયલ મીડિયા પર ઇલેક્ટ્રિક કાર ટ્રેન્ડ કરી રહી છે. જે કુલ 25 રૂપિયાના ખર્ચે સમગ્ર 200 કિમીની મુસાફરી કરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ કાર મધ્યપ્રદેશના એક વિદ્યાર્થીએ બનાવી છે. આ સાથે તેને બનાવવાનો ખર્ચ પણ ઘણો ઓછો થયો છે.

ગયા વર્ષે મધ્યપ્રદેશના એક એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ ઇલેક્ટ્રિક કાર બનાવી હતી. મળતી માહિતી મુજબ, આ વિદ્યાર્થીનું નામ હિમાંશુ (હિમાંશુભાઈ પટેલ) છે. જે સાગરનો રહેવાસી છે. કહેવામાં આવી રહ્યું છે કે હિમાંશુએ 5 મહિનાની મહેનત બાદ આ કાર તૈયાર કરી હતી. એટલું જ નહીં આ કાર પણ અન્ય કારની જેમ મોટી છે. કારમાં ડ્રાઈવર સહિત 5 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જો આ કારને એકવાર ફુલ ચાર્જ કરવામાં આવે તો તે 200 કિમી સુધી આરામથી મુસાફરી કરી શકે છે.

દાવો કરવામાં આવી રહ્યો છે કે આ કારને ચાર્જ થવામાં કુલ 4 કલાકનો સમય લાગે છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે કારને સંપૂર્ણ ચાર્જ કરવા માટે માત્ર 25 રૂપિયાની વીજળીનો ખર્ચ થાય છે. ઉપરાંત, કારને રિમોટ કંટ્રોલર-આધારિત સ્ટાર્ટ/સ્ટોપ ફંક્શન મળે છે. આ સિવાય કારમાં ઈલેક્ટ્રોનિક સ્પીડ મીટર, બેટરી પાવર મીટર, ફાસ્ટ ચાર્જર, ઇલેક્ટ્રિકલ સેફ્ટી માટે ફ્યુઝ સિસ્ટમ અને એન્ટી થેફ્ટ એલાર્મનો સમાવેશ થાય છે.

નવાઈની વાત તો એ છે કે આ કાર બનાવવાની કિંમત માત્ર એક લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. તેમજ જો આ કાર માર્કેટમાં આવે છે તો તેની કાસ્ટ માટે માત્ર 2 લાખ રૂપિયા રાખવામાં આવી છે. જો કે હજુ સુધી કોઈ મોટા સ્ટાર્ટઅપે તેને એડપ્ટ કરી નથી.

આ પણ વાંચો:Google કરશે ધમાલ,આ બે પ્રોડકટ લાવશે માર્કેટમાં,જાણો વિગત

આ પણ વાંચો:નંબર શેર કર્યા વિના ટ્વિટર પરથી કરી શકશો ઓડિયો-વીડિયો કોલ, એલોન મસ્કનું એલન

આ પણ વાંચો: Gmail ચલાવવા આપવા પડશે રૂપિયા કે પછી જોવી પડશે જાહેરાત

આ પણ વાંચો: લાંબા સમયથી નિષ્ક્રીય એકાઉન્ટ્સને રદ કરી રહ્યુ છે ટ્વિટર

આ પણ વાંચો: Twitter ટૂંક સમયમાં Whatsapp, Facebook, Instagram જેવી બધી ફેસિલિટી એકમાં જ આપશે