બોટાદ થયેલા લઠ્ઠાકાંડમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે. અનેક બાળકો નોધારા બન્યા છે. અનેક પરિવારોએ ઘરનો મોભી ગુમાંવ્યો છે. ગામમાં કોણ કોના આંસુ લૂછે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે આવા નોધારા બાળકોની મદદ માટે કોંગ્રેસના અંક્લાવના ધારાસભ્ય અને પૂર્વ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડએ મદદનો હાથ લંબાવ્યો છે.
અમિત ચાવડાએ રોજીદ ગામ ખાતે લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામેલ પરિવારજનને શ્રદ્ધાંજલિ અને પરિવારને દિલાસો આપવા ગયા હતા. દરેક પરિવારમાં કાળજું કંપાવી દે તેવો માહોલ જોતા ત્યાં તેમણે ગરીબ પરિવારોની દયનીય હાલત જોઈને તેઓ ખૂબ જ વ્યથિત થઈ ગયા હતા.
અંક્લાવના ધારાસભ્ય અમિત ચાવડાએ જાહેરાત કરી હતી કે જે આ કાંડમાં મૃત્યુ પામેલા છે તેમના બાળકોને ધોરણ-૧ થી ૧૨ સુધી ભણાવવાની સંપૂર્ણ જવાબદારી તેઓની બોરસદ ખાતેની સંસ્થા નિભાવશે. આમ, રાજકારણની અંદર રહીને પણ સંવેદનશીલતાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ તેમણે પૂરું પાડેલ છે.
અત્રે નોધનીય છે કે બોટાદ જિલ્લાના રોજીદ ગામે 25 જુલાઈએ બપોરના સમયે લઠ્ઠાકાંડ થયું હોવાનું જાણવા મળ્યું હતું અને ધીરે ધીરે સાંજ થતા બોટાદમાં દર્દીઓ વધતા ગયા અને અંતે મોડી રાતે ભાવનગર દર્દીઓને લાવવાનો સિલસિલો ચાલુ થયો હતો. અને અનેક ગંભીર દર્દીઓને અમદાવાદ સિવિલ માં લાવવામાં આવ્યા હતા. આ લઠ્ઠાકાંડમાં 57 જેટલા લોકો મોત ને ભેટ્યા હતા.
બનાસકાંઠા/ લંપીની શિકાર ગાય માતાનો પોકાર….અમને ગાયમાતાનો દરજ્જો તો આપ્યો પણ બચવશે કોણ… ?
Maharashtra/ શકંજામાં સંજય રાઉત,16 કલાકની પૂછપરછ બાદ EDએ કરી ધરપકડ, આજે કોર્ટમાં થશે હાજર