તમે ઘણીવાર જોયું હશે કે વિક્રેતાઓ અને નાના દુકાનદારો ગ્રાહકોને તેમની પોતાના અનોખા અંદાજમાં આકર્ષિત કરીને તેમના ઉત્પાદનો વેચવાનો પ્રયાસ કરે છે. કેટલાક લોકો તેમના ઉત્પાદનોનું નામ અનન્ય અથવા રમુજી અવાજમાં કહીને લોકોનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કરે છે. આવો જ એક રમુજી વીડિયો વાયરલ થયો છે, જેમાં એક સમોસા અને કચોરી વેચનારને શેરીમાં સમોસા લે લો ગલમા ગલમ પોકારતા જોઈ શકાય છે.
આ પણ વાંચો:આ કીડો દેખાય છે બિલકુલ પાંદડા જેવો, જોનારા પણ થયા સ્તબ્ધ
આ વીડિયો માં તમે જે વ્યક્તિને જોઈ રહ્યા છો તે સમોસા અને કચોરી વેચી રહ્યો છે. આ વ્યક્તિ ખૂબ જ અલગ શૈલીમાં સમોસા વેચતી જોવા મળી રહ્યો છે. તેની સમોસા વેચવાની રીત કઈક અલગ જ દેખાઈ રહી છે. વેચાણ કરતી વખતે વીડિયોમાં, તે એક અનોખી રીતે અવાજ કાઢી રહ્યો છે. તે કહી રહ્યો છે કે, ‘સમોસા લો, ગલમા-ગલમ સમોસા, બટેટા સમોસા, મોટું-પાટલુ સમોસા, પાલીવાલ ભૈયા સમોસા લઈને આવ્યા.’ આ વ્યક્તિની માર્કેટિંગ કુશળતા અન્ય લોકો કરતા તદન અલગ છે.
View this post on Instagram
આ પણ વાંચો:લગ્નના સ્ટેજ પર દુલ્હા-દુલ્હન કરવા લાગ્યા કસરત, જોઇને તમે પણ કહેશો કેટલી બોડી બનાવશો યાર!!
આ વ્યક્તિનો વીડિયો giedde નામના ઇન્સ્ટાગ્રામ પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. તેનો વીડિયો જોઈને લોકો તેની કુશળતાના વખાણ કરી રહ્યા છે. લોકો ઈચ્છતા ન હોય તો પણ સમોસા ચોક્કસ ખાશે. આ વિડિયો ક્યારે અને ક્યાંનો છે તે અંગે કોઈ ખ્યાલ નથી.
આ પણ વાંચો:અંકલ-આન્ટી સાઈકલ પર નીકળ્યા ફરવા, અને પછી જે થયું….જુઓ તમે પણ
આ પણ વાંચો:જમવા બેઠેલા પરિવાર પર અચાનક પડ્યો પંખો, પછી થયું આવું…જુઓ વીડિયો
આ પણ વાંચો:89 વર્ષના દાદીએ પૌત્ર સાથે લગાવ્યા બાદશાહના ગીત ઠુમકા, જુઓ તમે પણ આ ખાસ વીડિયો