“અને આ સાથે જ બનેં ટીમે વચ્ચે ટાઇ થઇ ગઇ છે” ક્રિકેટ જગતમાં વિજયથી પણ રોમાંચક ક્ષણ ત્યારે લાગે છે, જ્યારે આવી જાહેરાત કરવામાં આવે છે. વિશ્વ કપ તો દર ચાર વર્ષે રમાય છે અને કોઇને કોઇ ટીમ મેચ જીતે છે અને કોઇને કોઇ ટીમ મેચ હારે છે. પરંતુ વિશ્વ કપ ક્રિકેટનાં ચાર દશકા કરતા પણ વધુ સમયનાં ઇતિહારમાં ટાઇ એવી ઘટના છે જે ફક્ત ચાર વખત જ બની છે.
અત્યાર સુધીમાં વિશ્વ કપમાં ચાર મેચમાં જ ટાઇ થઇ છે અને તે ચાર માચમાં વિશ્વની સાત ટીમો જ જોવા મળી છે. તો વિશ્વ કપ ક્રિકેટમાં સૌથી વધુ ટાઇ નોંધાવવાનો રેકોર્ડ સાઉથ આફ્રિકાનાં નામે બોલે છે. સાઉથ આફ્રિકા આ રેકોર્ડમાં બે વખત ટાઇ કરતી એક માત્ર ટીમ છે. તો વળી આમા પણ નવીનતા એ છે કે 1999 પહેલાનાં એક પણ વિશ્વ કપમાં એક પણ ટાઇ નોંધવામાં આવી નથી. ટાઇને પોતાની પણ એક પરંપરા હોય તેવુ પાછલા આંકડા પરથી પ્રતિત થઇ રહ્યું છે. જી હા આપને જાણતા રોમાંચ થશે કે વિશ્વ કપમાં 1999માં પ્રથમ વખત નોંધાયેલી ટાઇ દર વખતે ચાર વર્ષનાં સમય ગાળે ફરી રિપીટ થાય છે. અને 2011 બાદ જોવા જ મળી નથી.
આવી છે વિશ્વ કપમાં “ટાઇ”ની ત્વારીખ….
પ્રથમ વખત ટાઇ 1999માં ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે નોંઘાઇ
દક્ષિણ આફ્રિકાએ ટોસ જીત્યો અને ઓસ્ટ્રેલિયાને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું. સ્ટીવ વો અને માઇકલ વોનએ 50 રન ફટકાર્યા. ઓસ્ટ્રેલિયાએ 49.2 ઓવરમાં 213 રન બનાવ્યા હતા. તો જવાબમાં દક્ષિણ આફ્રિકાએ જેક કાલિસની અડધી સદીની સહાયતા સાથે 49.4 ઓવરમાં 213 રન બનાવ્યા હતા અને વિશ્વ કપ ઇતિહારમાં પ્રથમ વખત મેચ ટાઇ થઇ ગઇ હતી
બીજી વખત ટાઇ 2003માં શ્રીલંકા અને સાઉથ આફ્રિકા વચ્ચે નોંઘાઇ
શ્રીલંકા અને સાઉથ આફ્રિકા વચ્ચે ડરબનમાં રમાયેલી મેચમાં શ્રીલંકાએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. અટપટ્ટુએ 124 રન બનાવ્યા અને અરવિંદા ડી સિલ્વાએ 73 રન બનાવ્યા હતા. તો શ્રીલંકાએ 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 268 રનનો સ્કોર બનાવ્યો. વરસાદ પડતા ડકવર્થ-લેવિસ નિયમ લાગુ કરવામાં આવ્યો હતો અને સાઉથ આફ્રિકાને 45 ઓવરમાં નવો લક્ષ્યાંક 229 રનનો મળ્યો હતો. આ મેચમાં હર્શેલ ગીબ્સે અર્ધી સદી ફટકારી અને સાઉથ આફ્રિકા 45 ઓવરમાં 229 રન બનાવતા મેચ ટાઇ થઇ હતી.
ત્રીજી વખત ટાઇ 2007માં આયર્લેન્ડ અને ઝિમ્બાબ્વે વચ્ચે નોંઘાઇ
આયર્લેન્ડ અને ઝિમ્બાબ્વે વચ્ચે કિંગ્સ્ટનમાં રમાયેલી 2007ની વિશ્વ કપની મેચમાં ઝીમ્બાબ્વેએ ટોસ જીત્યો અને ફિલ્ડ કરવાનો નિર્ણય કર્યો. જેપી બ્રાયે સદી ફટકારી અને આયર્લેન્ડને 50 ઓવરમાં 9 વિકેટે 221 રન બનાવ્યા હતા. સામે ઝિમ્બાબ્વેએ સિબંદા અને મૈટિસકિનયારીની અડધી સદીની મદદથી 221 રન બનાવતા ફરી મેચ ટાઇ થઇ હતી અને વિશ્વ કપમાં આ ત્રીજી ટાઇ બની હતી,
ચોથી વખત ટાઇ 2011માં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે નોંઘાઇ
2011ની વર્લ્ડ કપ મેચ બેંગલુરુમાં રમી હતી. મહેન્દ્ર સિંહ ધોનીએ ટોસ જીત્યો અને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. સચિન તેંડુલકર 115 બોલમાં 10 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે 120 રન બનાવ્યા. ગંભીર અને યુવરાજની અર્ધી સદીની મદદથી ભારતે 49.5 ઓવરમાં 338 રન ખડકયા હતા. સામે જવાબમાં ઈંગ્લેન્ડ,દ્રારા સાનદાર રન ચેઝીંગ અને એન્ડ્રુ સ્ટ્રોસે 158 અને ઈઆન બેલેનાં 69 રનનાં યોગદાન સાથે 50 ઓવરમાં 338 રન કરવામાં આવતા ભારત માટે પ્રથમ અને વિશ્વ કપનાં ઇતિહાસની ચોથી ટાઇ નોંધવામાં આવી હતી
આમ અત્યારનાં 44 વર્ષનાં વર્લ્ડ કપનાં ઇતિહાસમાં મેચ ટાઇ થવાનાં આ માત્ર ચાર કેસ નોંધવામાં આવ્યા છે. હા આ પણ એક સંયોજન જ જોવા મળી રહ્યું છે કે 1999 માં પહેલીવાર ટાઇ નોંધાયા પછી દર 4 વર્ષે વર્લ્ડ કપ ટાઇ નોંધાતી આવી છે. અને 2011થી આ પરંપરા બંધ થઇ ગઇ હોય તેમ પાછલા વર્લ્ડ કપમાં કોઇ ટાઇ જાવા નથી મળી ત્યારે જોઇએ આ વર્લ્ડ કપમાં ટાઇ જોવા મળે છે કે નહીં.