બોલિવૂડ એક્ટર રાજકુમાર રાવ તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી પત્રલેખા સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. આ પહેલા તેમની પ્રી-વેડિંગ સેરેમની થઈ હતી, જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. એક વીડિયોમાં રાજકુમાર ઘૂંટણિયે બેસીને પત્રલેખાને પ્રપોઝ કરતો અને વીંટી પહેરતો જોવા મળે છે.
આ પણ વાંચો :બીગ બીના ઘરમાં લાગેલી પેઇન્ટિંગની કિંમત સાંભળી થઇ જશો ચકિત, જેનાથી ખરીદી શકાય છે..
રાજકુમાર વ્હાઈટ કલરના ડિઝાઈનર ડ્રેસમાં હેન્ડસમ લાગી રહ્યો છે. તે જ સમયે, પત્રલેખા પણ એ જ રંગના ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે રાજકુમાર લગ્ન પહેલાની ઉજવણીમાં પત્રલેખાને પ્રપોઝ કરી રહ્યો છે. જ્યારે રાજકુમાર નીચે બેસે છે, ત્યારે પત્રલેખા પણ જમીન પર બેસીને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે અને રાજકુમારનો પ્રસ્તાવ સ્વીકારે છે.
આ સુંદર કપલની વધુ તસવીરો વાયરલ થઈ રહી છે. વીડિયોમાં બંને રોમેન્ટિક ગીતો પર ડાન્સ કરતા પણ જોવા મળે છે. આ સમારોહમાં અભિનેતા સાકિબ સલીમ અને ફિલ્મ નિર્માતા ફરાહ ખાન સહિત અનેક હસ્તીઓએ હાજરી આપી હતી.
જો અહેવાલોનું માનીએ તો રાજકુમાર અને પત્રલેખા આજે ચંદીગઢમાં કાયમ માટે એકબીજાનો હાથ પકડી લેશે. આ લગ્ન સમારોહમાં બોલિવૂડની જાણીતી હસ્તીઓ પણ હાજરી આપશે.
આ પણ વાંચો :શાહરૂખ ખાનના પુત્ર આર્યનની સંભાળ રાખશે હવે આ વ્યક્તિ..જાણો..
રાવ અને પત્રલેખા 2010 થી ડેટ કરી રહ્યા છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી સાથે રહે છે. એક ઈન્ટરવ્યુમાં પત્રલેખાએ જણાવ્યું હતું કે તેણે રાજકુમાર રાવને પહેલીવાર ફિલ્મ લવ સેક્સ ઔર ધોકામાં સ્ક્રીન પર જોયો હતો. આ ફિલ્મ 2010માં રિલીઝ થઈ હતી.
પત્રલેખાને પહેલીવાર ટીવી એડમાં જોઈને રાજકુમાર રાવનું દિલ આવી ગયું . ત્યારે તેના દિલમાં પત્રલેખા સાથે લગ્ન કરવાનો વિચાર આવ્યો. ધીમે-ધીમે બંને મિત્રો બન્યા, પછી તેમનો પ્રેમ ખીલ્યો. સાથે તેઓ હેંગઆઉટ, લોંગ ડ્રાઈવ, મૂવી જોવા જવા લાગ્યા.
રાજકુમાર અને પત્રલેખા 14 નવેમ્બરે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. તેમના લગ્નની વિધિ શરૂ થઈ ગઈ છે. મહેંદી સેરેમનીમાં હાજરી આપવા માટે ઘણા સેલેબ્સ પણ પહોંચ્યા હતા. રાજકુમાર રાવ અને પત્રલેખા ઘણા વર્ષોથી એકબીજાના સંબંધમાં છે. બંનેએ સિટીલાઇટ ફિલ્મમાં પણ સાથે કામ કર્યું છે. આ બંનેની ગણતરી બોલિવૂડના ખાસ કપલમાં થાય છે. રાજકુમાર ગમે તેટલા વ્યસ્ત હોય, તે પત્રલેખા સાથે સમય પસાર કરવાની તક છોડતો નથી.
આ પણ વાંચો :દેશભરમાં વિરોધ વંટોળ વચ્ચે કંગનાએ પદ્મશ્રી પરત કરવાની વાત કરી પરતું …
આ પણ વાંચો : જ્યાં શ્રી દેવીનું થયું હતું મોત ત્યાં જ બોની કપૂરે દીકરીઓ સાથે મનાવ્યો જન્મદિવસ, મળી મોટી ગિફ્ટ
આ પણ વાંચો :સૂર્યવંશી ફિલ્મને NETFLIXએ આટલી મોટી રકમમાં ખરીદી,આ તારીખે થશે પ્રસારિત…