કુલચા બનાવવા માટેની સામગ્રી
1 કપ ઘઉંનો લોટ
1 કપ મેંદો
1/2 ચમચી બેકિંગ સોડા
1/4 કપ દહીં
2 ચમચી તેલ
1/2 ચમચી મીઠું
2 ચમચી બટર
સ્ટફીંગ માટેની સામગ્રી
150 ગ્રામ પનીર
1 ઝીણી સમારેલી ડુંગળી
1 ચમચી કાપેલા લીલાં મરચાં
1/4 ચમચી ગરમ મસાલો
1/2 થી 1 ચમચી લાલ મરચું પાવડર
2 ચમચી સમારેલી કોથમીર
1 ચમચી ઓરેગાનો
1 ચમચી ચીલી ફ્લેક્સ
1/2 ચમચી ચાટ મસાલો
સ્વાદાનુસાર મીઠું
કલોંજી, સમારેલું લસણ, ડુંગળી અને કોથમીર ઉપર લગાવવા માટે
કુલચા બનાવવા માટેની રીત:
૧. સૌપ્રથમ એક બાઉલમાં કુલચાનો લોટ માટેની સામગ્રી ભેગી કરી બરાબર મિક્સ કરી કુલચાનો લોટ બાંધી બટર ઉમેરી બરાબર મસળીને 40 મિનિટ સુધી ઢાંકીને રહેવા દો.
૨. હવે સ્ટફીંગ માટે એક બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી બરાબર મિક્સ કરી લો. માખણ કાઢી લીધા પછી છાશ માંથી બનાવેલ મસાલા પનીર નો ઉપયોગ કર્યો છે. જેમાં મરી, જીરૂં, કોથમીર ઉમેરીને પનીર બનાવ્યું છે.
૩. હવે કુલચાનો લોટ એક વાર બરાબર મસળીને લુઆ કરી લો. હવે લોટ લઈ હાથ વડે ફેલાવી વચ્ચે સ્ટફીંગ મૂકી બધી બાજુથી બંધ કરી લો.
૪. હવે હળવા હાથે વણી લો. ઉપર કલોંજી, લસણ, લાલ મરચું પાવડર અને કોથમીર ભભરાવી પાણી વાળા હાથ વડે દબાવી દો.
હવે કુલચાની બીજી બાજુ પાણી લગાડી ગરમ તવા પર મૂકી દો.
૫. 2 મિનિટ બાદ તવી ગેસ પર ઊંધી કરી કુલચાને બધી બાજુથી બરાબર શેકી લો.હવે તવી સીધી કરી તવેતાથી સહેલાઈથી કુલચાને ફેરવી ઉતારી લો. ઉપર માખણ લગાવી લો.
૬. કુલચા શેકાઈ જાય એટલે ઉપર બટર લગાવી દહીં કે અથાણાં સાથે સર્વ કરો.