Not Set/ આ રીતે બનાવો સ્પેશિયલ મેંદુવડા,ખાવાની મજા પડી જશે

જયારે પણ લોકો ફેમિલી સાથે સાઉથ ઇન્ડિયન જમવા માટે બહાર જતા હોય છે તો તે વડા જરૂરથી ઓર્ડર કરતા હોય છે. પરંતુ શું તમે આ ડીશ ઘરે બનાવવાનું વિચાર્યું છે. જો ના તો તેમાં ચટપટો સ્વાદ મિક્સ કરી મેંદુ વડા તમે ઘરે બનાવી શકો છો. આજે અમે તમને જણાવીશું મેંદુ વડા બનાવવા માટેની ખાસ રેસિપી. […]

Food Lifestyle
Untitled 242 આ રીતે બનાવો સ્પેશિયલ મેંદુવડા,ખાવાની મજા પડી જશે

જયારે પણ લોકો ફેમિલી સાથે સાઉથ ઇન્ડિયન જમવા માટે બહાર જતા હોય છે તો તે વડા જરૂરથી ઓર્ડર કરતા હોય છે. પરંતુ શું તમે આ ડીશ ઘરે બનાવવાનું વિચાર્યું છે. જો ના તો તેમાં ચટપટો સ્વાદ મિક્સ કરી મેંદુ વડા તમે ઘરે બનાવી શકો છો. આજે અમે તમને જણાવીશું મેંદુ વડા બનાવવા માટેની ખાસ રેસિપી.

Untitled 243 આ રીતે બનાવો સ્પેશિયલ મેંદુવડા,ખાવાની મજા પડી જશે

સામગ્રી

અડદની દાળ – ૩/૪ કપ

૨ ટેબલ સ્પૂન કોથમીર સમારેલી

આદુંનો ટુકડો – ૧ ઈંચ

લીલા મરચાં – ૨ નંગ

નાની ડુંગળી – ૧૦ થી ૧૨ નંગ

મીઠો લીમડો

મીઠું સ્વાદાનુસાર

હિંગ

Untitled 244 આ રીતે બનાવો સ્પેશિયલ મેંદુવડા,ખાવાની મજા પડી જશે

બનાવવાની રીત

મેંદુવડા બનાવવા માટે સૌપ્રથમ અડદની દાળને ઓછામાં ઓછા બે થી ત્રણ કલાક માટે પલાળી દો. હવે આ દાળમાં જરૂરયાત મુજબ પૂરતું પાણી રાખીને ખીરૂં તૈયાર કરો. ડુંગળીને ઝીણી સમારી લો અને આદું-મરચાંની પેસ્ટ તૈયાર કરી લો. ત્યારબાદ તેમાં કોથમીર અને મીઠા લીમડાને પત્તાને પણ ઝીણો સમારી લો. આ બધી જ સામગ્રીને તૈયાર કરેલા ખીરામાં ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

Untitled 245 આ રીતે બનાવો સ્પેશિયલ મેંદુવડા,ખાવાની મજા પડી જશે

ખીરામાં સ્વાદાનુસાર મીઠું અને હિંગ ઉમેરીને તેને ફરીથી બરાબર હલાવીને મિક્સ કરો. ખીરું તૈયાર થઇ ગયા પછી એક કડાઈમાં તેલ ગરમ કરો. ગરમ તેલમાં તૈયાર કરેલા ખીરામાંથી વડા બનાવીને તેમાં વચ્ચે કાણું પાડીને તળો. વડા લાઈટ બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળો. વડા બરોબર તરી જાય પછી તેને એક પ્લેટમાં બિનજરૂરી તેલ નિતારી લો, પછી તેને ગરમ ગરમ સર્વ કરો.