કોરોના/ કોરોના વાયરસનો ખાત્મો કરવાને લઈ AIIMS ના ડાયરેક્ટરે આપ્યું આ મોટું નિવેદન

કોરોના વાયરસના વધુ પ્રકારોની સંભાવના સાથે ભારતે કોવિડ રસીઓની સાથે બૂસ્ટર ડોઝ અપનાવવાની જરૂર પડી શકે છે. ડો.ગુલેરિયાએ કહ્યું કે બૂસ્ટર ડોઝ…

Top Stories India
કોરોના વાયરસ

દેશમાં કોરોના સંભવિત ત્રીજી લહેરને લઈને તમામ બાબતોમાં તૈયારીઓ ચાલી રહી છે. એઈમ્સના ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં કોરોના વાયરસના વધુ પ્રકારોની સંભાવના સાથે ભારતે કોવિડ રસીઓની સાથે બૂસ્ટર ડોઝ અપનાવવાની જરૂર પડી શકે છે. ડો.ગુલેરિયાએ કહ્યું કે બૂસ્ટર ડોઝ જરૂરી છે કારણ કે સમય જતા, રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય છે. લોકોને બૂસ્ટર ડોઝની જરૂર પડશે, જે ઉભરતાં વેરિયેન્ટ  સામે રક્ષણ આપવામાં મદદરૂપ થશે.

ગુલેરિયાએ કહ્યું કે આપણી પાસે બીજી પેઢીની રસી હશે.જે તેમના દ્વારા આપવામાં આવનારી ઈમ્યૂનિટી, નવા વેરિએન્ટથી રક્ષા અને સંપૂર્ણ અસરથી મામલાના વધારે સારા કરી શકે છે.  બૂસ્ટર ડોઝ લઈને અનેક દેશમાં પહેલાની વાતચીત ચાલી રહી છે. બની શકે છે કે આ વર્ષના અંત સુધીમાં તેની જરુર રહે.  પરંતુ  એકવાર સમગ્ર વસ્તીનું રસીકરણ થઈ જાય એ બાદ આ શકય બની શકે છે. નેકસ પગલું બૂસ્ટર ડોઝ રહેશે.

આ પણ વાંચો :કર્ણાટકમાં દલિત CMની નિમણૂક અંગે ચર્ચા, યેદિયુરપ્પાએ કહ્યું – મને આશા છે કે સાંજ સુધીમાં હાઈકમાન્ડ તરફથી સૂચનો મળે.

એમ્સના ડાયરેકટરે કહ્યું કે બહું જલ્દી બાળકો માટેના કોવૈકિસનના પરિક્ષણ પુરા થશે અને સપ્ટેમ્બર સુધીમાં તેના પરિણામ આવવાની આશા છે. હવે સમય છે કે બાળકોને જલ્દીમાં જલ્દી રસી લગાવવામાં આવશે. કેમકે ભારતમાં તેના પરિક્ષણ છેલ્લા ચરણમાં છે. સપ્ટેમ્બર સુધી અમારી પાસે ડેટા હશે. તેમજ તેમણે કહ્યું કે અમદાવાદ સ્થિત ઝાયડસે પણ બાળકોની રસીના ડેટા રજુ કરી ઈમરજન્સી ઉપયોગની મંજૂરી માટે અરજી કરી છે.

ડો.રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે બાળકો પર આ રસીની અજમાયશ હાલમાં ચાલી રહી છે અને ટ્રાયલના પરિણામો સપ્ટેમ્બર સુધીમાં જાહેર થઈ શકે છે. ડો.રનદીપ ગુલેરિયાનું આ નિવેદન પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે આવતા અઠવાડિયાથી, 6 થી 12 વર્ષના બાળકોને કોવેક્સિનનો બીજો ડોઝ આપવાનું ટ્રાયલ શરૂ કરી શકાય છે.

આ પણ વાંચો :પંજાબની જેમ, પાયલોટ જૂથ પણ ન્યાયની આશા રાખે છે, આ દિવસે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે!

આપને જણાવી દઇએ કે દિલ્હીના એઈમ્સમાં ચાલી રહેલા અજમાયશ અંતર્ગત 6 થી 12 વર્ષની વય જૂથનાં બાળકોને કોવેક્સિનનો બીજો ડોઝ પહેલેથી જ આપવામાં આવ્યો છે. ઇન્ડિયા ટુડેના સમાચારો અનુસાર, 22 જૂનના અગાઉ ડો રણદીપ ગુલેરિયાએ માહિતી આપતા કહ્યું હતું કે બાળકો માટે કોરોના વાયરસ સામેની રસી સપ્ટેમ્બર સુધીમાં મળી શકે છે. દેશમાં કોવેક્સિન સિવાય બાળકો માટે ઝાયડસ કેડિલા રસીની અજમાયશ પણ ચાલી રહી છે.

આ પણ વાંચો : સમજતા દેશના મનની વાત, તો રસીકરણની આવી હાલત ન હોત : રાહુલ ગાંધી