હિન્દુ ધર્મમાં દરરોજ સવારે અને સાંજે પૂજા અને પ્રાર્થના કરવાનું ખૂબ મહત્વ છે. એટલા માટે મોટાભાગના ઘરોમાં મંદિર હોય છે. એક નાનકડો પૂજા રૂમ ઘરમાં સકારાત્મકતા ઉર્જા લાવે છે, વાસ્તુ દોષોને દૂર કરે છે અને જીવનને મુશ્કેલીઓથી બચાવે છે. તેમજ દરરોજ પૂજા કરવાથી દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે. જેમ પૂજા કરવાના નિયમો છે, તેવી જ રીતે પૂજા રૂમમાં વસ્તુઓ રાખવા અને તેની જાળવણી માટેના પણ કેટલાક નિયમો છે. ધાર્મિક ગ્રંથોમાં જણાવેલા આ નિયમોનું પાલન કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને પ્રગતિનો માર્ગ ખુલે છે. ઘરમાં સકારાત્મકતા રહે છે.
આ દિવસે કરો પૂજા રૂમની સફાઈ
વાસ્તુશાસ્ત્રમાં પૂજા રૂમની સફાઈ માટે શુભ અને અશુભ દિવસોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો અઠવાડિયાના અમુક દિવસોમાં પૂજા રૂમની સફાઈ કરવામાં આવે તો તેનાથી ઘરમાં ધન અને સમૃદ્ધિ વધે છે. ઘરના લોકો માટે સફળતાનો માર્ગ ખુલે છે. ખોટા દિવસોમાં પૂજા રૂમની સફાઈ કરવાથી ઘરમાં ગરીબી અને દુઃખ આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રોજ પૂજા સ્થળની સફાઈ કરીને પૂજા કરવી જોઈએ, પરંતુ શનિવારે ઘરમાં મંદિરની સફાઈ જરૂરથી કરવી જોઈએ. આમ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે. ઘરેલું પરેશાનીઓ અને આર્થિક મુશ્કેલીઓ દૂર થાય. તેમજ શનિવારે મંદિરની સફાઈ કર્યા બાદ ગંગાજળનો છંટકાવ પણ કરવો જોઈએ.
આ દિવસોમાં મંદિરની સફાઈ ન કરવી
ગુરુવાર અને એકાદશીના દિવસે તમારા ઘરના મંદિરની સફાઈ ન કરો. આવું કરવાથી ઘરમાં દરિદ્રતા અને દુઃખ આવે છે. આવા ઘરમાં રહેતા લોકોનું સૌભાગ્ય પણ દુર્ભાગ્યમાં બદલાઈ શકે છે. આ સિવાય રાત્રે પૂજા સ્થળની સફાઈ કરવાની ભૂલ ક્યારેય ન કરવી. આવું કરવાથી માતા લક્ષ્મી ગુસ્સે થાય છે અને તેમનો ગુસ્સો તમને ગરીબ બનાવી શકે છે.
(અસ્વીકરણ: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. Mantavya Newsઆની પુષ્ટિ કરતું નથી.)