વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ T20I મેચમાં પાકિસ્તાને શાનદાર રમત બતાવી અને 63 રનથી જીત મેળવવામાં સફળ રહી. આ જીત સાથે પાકિસ્તાનની ટીમ ત્રણ મેચની T20I સીરીઝમાં 1-0થી આગળ થઈ ગઈ છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની જીત સાથે પાકિસ્તાને એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. પાકિસ્તાન આ વર્ષે એટલે કે 2021માં સૌથી વધુ જીત મેળવનારી ટીમ બની ગઈ છે. પાકિસ્તાને આ વર્ષે કુલ 18 મેચ જીતી છે, જે આ વર્ષે કોઈ ટીમની જીતની સૌથી વધુ સંખ્યા છે.
આ પણ વાંચો – Cricket / હિટમેન માટે આજનો દિવસ છે ખાસ, બનાવ્યો હતો ક્યારે ન તૂટી શકે તેવો રેકોર્ડ
આપને જણાવી દઇએ કે, પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી પ્રથમ T20I મેચમાં પાકિસ્તાને વેસ્ટ ઈન્ડિઝને 63 રને હરાવ્યું હતું. પાકિસ્તાનની ટીમે કરાચીનાં નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ મેચ જીતીને ત્રણ મેચોની સીરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. આ સાથે જ પાકિસ્તાનની ટીમ એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ 18 T20 ઈન્ટરનેશનલ મેચ જીતનારી ટીમ બની ગઈ છે. વેસ્ટ ઈન્ડિઝનાં કેપ્ટન નિકોલસ પૂરણે પાકિસ્તાન સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પૂરણનો નિર્ણય ખોટો સાબિત થયો. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 200 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી રિઝવાને 52 બોલમાં 78 રન બનાવ્યા હતા. હૈદર અલીએ 39 બોલમાં 68 રનની દમદાર ઇનિંગ રમી હતી. અંતિમ ઓવરોમાં નવાઝે 10 બોલમાં 30 રનની તોફાની ઇનિંગ રમી હતી અને 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી પોતાની ટીમનો સ્કોર 200 સુધી પહોંચાડ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝ તરફથી રોમારિયો શેફર્ડે સૌથી વધુ 2 વિકેટ લીધી હતી.
2021 માં T20I માં સૌથી વધુ જીત (ટેસ્ટ રમતા દેશો)
ટીમ – જીત
પાકિસ્તાન – 18
દક્ષિણ આફ્રિકા – 15
બાંગ્લાદેશ – 11
ન્યુઝીલેન્ડ – 13
ઓસ્ટ્રેલિયા – 10
વેસ્ટ ઈન્ડિઝ – 9
ઈંગ્લેન્ડ – 11
શ્રીલંકા – 8
ભારત – 10
આ પણ વાંચો – IPL / ટાઇગર અભી જિંદા હૈ, કઇંક આવા જ અંદાજમાં આ ખેલાડીએ બેટિંગ કરી ટીમને અપાવી જીત
જવાબમાં બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ લયમાં હોય તેવું દેખાયુ નહી. ટીમ તરફથી શાઈ હોપે 31, કેપ્ટન નિકોલસ પૂરણે 18, રોવમેન પોવેલે 23 અને ઓડિયોન સ્મિથે 24 રન બનાવ્યા હતા. આ ઇનિંગ્સની મદદથી ન્યૂઝીલેન્ડે 19 ઓવરમાં 10 વિકેટ ગુમાવીને માત્ર 137 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી મોહમ્મદ વસીમ જુનિયરે 4, શાદાબ ખાને 3 અને શાહીન આફ્રિદી, હરિસ રઉફ, મોહમ્મદ નવાઝે 1-1 વિકેટ લીધી હતી. 39 બોલમાં 68 રનની શાનદાર ઇનિંગ રમનાર હૈદર અલીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.