પદ્મિની રેડ્ડી આંધ્રપ્રદેશનાં પૂર્વ ચીફ મીનીસ્ટર દામોદર રાજા નરસિમ્હાનાં પત્ની છે. તેઓ એક સોશિયલ વર્કર પણ છે. તેઓ બીજેપી પાર્ટીમાં સવારે જોડાયા હતા અને રાત્રે પાછા પોતાની પાર્ટીમાં આવી ગયાં હતા. ગુરુવારે સવારે તેઓ બીજેપી પ્રેસિડેન્ટ ડો લક્ષ્મણને મળ્યાં હતા.ત્યારબાદ તેઓ બીજેપી પાર્ટીમાં જોડાયા હતા અને એ વિશેની ઘોષણા બીજેપી દ્વારા યોજાયેલી પ્રેસ મીટીંગમાં પણ થઇ હતી.
પરંતુ 10 કલાક બાદ જ તેઓ પાછા કોંગ્રેસ પાર્ટીમાં આવી ગયાં હતા. સવારે તેઓ તેલંગાણા બીજેપીમાં જોડાયા હતા અને રાત્રે પરત કોંગ્રેસમાં જોડાઈ ગયાં હતા. પદ્મિની રેડ્ડીએ કોંગ્રેસમાં પરત ફર્યા બાદ જણાવ્યું કે, ‘હું મારો નિર્ણય પાછો લઉં છું. મને કોંગેસ પાર્ટી વર્કર્સની લાગણી સમજાઈ ગઈ છે. હું પાછી કોંગ્રેસ પાર્ટીમાં આવી ગઈ છું.’
આ બાબતે બીજેપી ચીફ સ્પોક્સપર્સન સાગર રાઓએ ટ્વીટર પર કહ્યું કે, પદ્મિની રેડ્ડી ભણેલી અને માહિતગાર મહિલા છે. બીજેપી પાર્ટી વુમેન એમ્પાવર મેન્ટમાં માને છે અને એનો આદર પણ કરે છે. જયારે એમણે બીજેપીને અપ્રોચ કર્યો હતો પાર્ટી જોઈન કરવા માટે અને અમારી સાથે કામ કરવા માટે ત્યારે અમે એમને એવું ન કહ્યું હતું કે તેઓ એમનાં પતિની પરવાનગી લે આ માટે. અત્યારે પણ અમે એમનાં નિર્ણયનો આદર કરીએ છીએ.’