ભારતના સ્ટાર ગોલ્ફર જીવ મિલ્ખા સિંહએ વધુ એક સિદ્ધિ પ્રાપ્ત કરી છે. દુબઈ ગોલ્ડન વિઝા મેળવનાર વિશ્વના પ્રથમ ગોલ્ફર બન્યા છે .મિલ્ખાને તેમની શાનદાર રમતના પ્રદર્શન સંદર્ભે ગોલ્ડન વિઝા આપવામાં આવ્યો છે.
મિલ્ખા સિંહનો દુબઇ સાથે ઘનિષ્ઠ સંબધ રહ્યો છે તેમમે અહીંયા અનેક ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે અને જીત્યા છે,આ ગોલ્ડન મુવમેન્ટમાં જીવ મિલ્ખા સિંહે કહ્યું કે મારા માટે સન્માનથી વાત છે દુબઇ સરકારે્ ગોલ્ડ વિઝા માટે મારો વિચાર કર્યો , હું મારી વિશેષ યાદો ઉભી કરવા ખઉબ ઉત્સુખ છું.
It really is a matter of great honour that I have been chosen as the first professional golfer in the world to receive the prestigious Dubai Golden Visa.
I have several fantastic memories on and off the golf course here. Looking forward to making many more. pic.twitter.com/fOX4Hxpxcn
— Jeev Milkha Singh (@JeevMilkhaSingh) September 8, 2021
યુરોપિયન ટૂર પર ચાર, જાપાન ગોલ્ફ ટૂર પર ચાર અને એશિયન ટૂરમાં છ ટાઇટલ જીતનાર 49 વર્ષીય વ્યક્તિને વ્યાવસાયિક ખેલાડી હોવા બદલ 10 વર્ષનું ‘ગોલ્ડ કાર્ડ’ આપવામાં આવ્યું છે. જીવે કહ્યું કે ‘તે એક મહાન સન્માન છે. મને લાગે છે કે હું સૌપ્રથમ 1993 માં દુબઈ આવ્યો હતો અને અહીં વિતાવેલી દરેક ક્ષણોનો આનંદ માણ્યો હતો.
ઉલ્લેખનીય છે કે યુએઈ સરકારે 2019 માં ગોલ્ડન વિઝા શરૂ કર્યો હતો જેના માટે એક કરોડ સંયુક્ત દિરહમ રોકાણ કરવા પડે છે આ વિઝા માટે ઉદ્યોગપતિઓ તેમજ વ્યાવસાયિકો, વિજ્ઞાન અને રમત જેવા ક્ષેત્રના નિષ્ણાતો અરજી કરી શકે છે.
મિલ્ખા સિંહ પહેલા દુબઈ સરકાર દ્વારા જે ખેલાડીઓને ગોલ્ડન વિઝા આપવામાં આવ્યા છે તેમાં ફૂટબોલ ખેલાડીઓ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, પોલ પોગ્બા, રોબર્ટો કાર્લોસ, લુઈસ ફિગો અને રોમેલુ લોકાકુ, ટેનિસ સુપરસ્ટાર નોવાક જોકોવિચ, ભારતના બોલિવૂડ સ્ટાર્સ શાહરૂખ ખાન અને સંજય દત્તને પણ આ વિઝા મળ્યા છે ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાને પણ આ સન્માન પ્રાપ્ત થયું છે.
સમુદ્ર વિવાદ / દક્ષિણી ચીન સમુદ્ર મામલે અમેરિકા અને ચીન ટ્વિટર પર આમને સામને