અભિનેતા સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુના સમાચારે બધાને ચોંકાવી દીધા છે. સિદ્ધાર્થ શુક્લા 40 વર્ષનો હતો. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ હાર્ટ એટેકને કારણે તેનું મોત થયું છે. હાર્ટ એટેક આવ્યા બાદ સિદ્ધાર્થ શુક્લાએ આજે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેનું મૃત્યુ થયું હતું.
આ પણ વાંચો :બિગ બોસ વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકથી નિધન, કપૂર હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
આવી સ્થિતિમાં, હવે સિદ્ધાર્થ શુક્લાની છેલ્લી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ ખૂબ ઝડપથી વાયરલ થઈ રહી છે. સિદ્ધાર્થ શુક્લાએ છેલ્લે 24 ઓગસ્ટના રોજ ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીર પોસ્ટ કરી હતી અને ફ્રન્ટલાઈન કામદારોનો આભાર માન્યો હતો. પોતાની તસવીર શેર કરતા સિદ્ધાર્થ શુક્લાએ લખ્યું, ‘તમામ ફ્રન્ટલાઈન કામદારોનો હૃદયપૂર્વક આભાર! તમે તમારું જીવન જોખમમાં મૂકો છો, અસંખ્ય કલાકો કામ કરો છો, અને એવા દર્દીઓને દિલાસો આપો છો જેઓ તેમના પરિવારો સાથે ન હોઈ શકે. તમે ખરેખર બહાદુર છો! આગળની લાઇન પર રહેવું સરળ નથી, પરંતુ અમે તમારા પ્રયત્નોની ખરેખર પ્રશંસા કરીએ છીએ. #MumbaiDiariesOnPrime સફેદ ટોપી, નર્સિંગ સ્ટાફ અને તેમના અસંખ્ય બલિદાનમાં આ સુપરહીરોને શ્રદ્ધાંજલિ છે. ટ્રેલર 25 ઓગસ્ટે રિલીઝ થશે. #TheHeroesWeOwe.’
View this post on Instagram
આ પણ વાંચો :અર્ચના-માનવની અધૂરી લવ સ્ટોરી, શું થશે પૂર્ણ? જુઓ પવિત્ર રિશ્તા – 2 નું ટ્રેલર
સિદ્ધાર્થ શુક્લાને ટીવી સિરિયલ બાલિકા વૃધથી લોકપ્રિયતા મળી. તે પછી તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી. તે સિરિયલ દિલ સે દિલ તકમાં પણ જોવા મળી હતી. તેણે હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.
તેને બિગ બોસ 13 થી ઘણી ખ્યાતિ મળી. પંજાબી અભિનેત્રી શહનાઝ ગિલ સાથેની તેની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. બંને તાજેતરમાં બિગ બોસ OTT માં પણ જોવા મળ્યા હતા. આ સિવાય સિદ્ધાર્થ શુક્લ ફિયર ફેક્ટર-ખતરો કે ખિલાડી સિઝન 7 માં જોવા મળ્યો હતો. તેમણે સાવધાન ઇન્ડિયા અને ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટનું પણ હોસ્ટ કર્યું હતું.
આ પણ વાંચો :શું ઇમરાન હાશ્મી ટાઇગર 3 માં મળશે જોવા? અભિનેતાની આ પોસ્ટ કરી રહી છે ઈશારો
સિધ્ધાર્થ શુકલાએ 2005માં વિશ્વનના શ્રેષ્ઠ મોડલનું ટાઈટલ જીત્યું હતું. આ સ્પર્ધામાં એશિયા, લેટિન અમેરિકા અને યુરોપના 40 કરતાં વધારે ટોચના મોડલે ભાગ લીધો હતો. સિધ્ધાર્થ શુકલાની વય એ વખતે માત્ર 25 વર્ષ જ હતી.
આ પણ વાંચો :તાલિબાનોનું સમર્થન કરતાં ભારતના મુસ્લિમોની અભિનેતા નસીરૂદ્દીન શાહે સખત શબ્દોમાં ટીકા કરી