કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે રાજ્યમાં રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરત જેવા શહેરોમાં રાત્રે 9 થી સવારે 6 રાત્રે રાત્રી કર્ફ્યુની કડક અમલવારી કરવામાં આવી રહી છે. સાથે સાથે જાહેર જનતાની સુખાકારી માટે સંક્રમણ ન વધે તે માટે દરેક શહેરમાં કોર્પોરેશન તેમજ કલેકટર ઓફિસ સહિતનાં સરકારી તંત્ર દ્વારા સંક્રમણનો ફેલાવો ન થાય તે માટે દિવસના ભાગમાં પણ ફરજિયાત માસ્ક પહેરવાના કાયદાની કડક અમલવારી કરવામાં આવી રહી છે.
રાજકોટ, વડોદરા, સુરત તેમજ અમદાવાદ સહિતના શહેરોમાંભીડમાં તેમજ માસ્ક પહેર્યા વિના ફરતા લોકોના કારણે કોરોનાનું વધી રહ્યું હોય કોર્પોરેશન દ્વારા માસ્ક પહેર્યા વિના ફરતા રહીશો પાસેથી વ્યક્તિ દીઠ 1,000 દંડની વસુલાત કરવામાં આવી રહી છે.
રાજકોટમાં મહાનગરપાલિકા દ્વારા ગુંદાવાડી, જયુબેલી અને ધર્મેન્દ્ર રોડ ખાતે માસ્ક પહેર્યા વિના ફરતા 41 આસામીઓ પાસેથી 1,000 રુપીયા લેખે કુલ 41 હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…