મોડાસાના સાયરાની યુવતીના શંકાસ્પદ મોત મામલે મોડાસા ગ્રામ્ય પોલીસ મથકમાં ચાર આરોપીઓ સામે અપહરણ સામુહિક બળાત્કાર અને હત્યાનો ગુનો નોધાયો હતો. આ ચકચારી બનાવને પગલે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને આ ગુનામાં સામેલ આરોપીઓને જડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારે ચાર આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓએ શનિવારે મોડી રાત્રે જાતેજ સરન્ડર કર્યું હતું.પોલીસે આ આરોપીઓની અટકાયત કરી પરિજનો દ્વારા આપવામાં આવેલા ગુનામાં વપરાયેલ કારના સીસીટીવી વાળી કારને પણ કબજે લઇ આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે.
અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકામાં આવેલા અમરાપુર ગામની યુવતી ગત ૧ જાન્યુઆરીનાં રોજ થી ગુમ થઇ હતી. જે અંગે મોડાસા ટાઉન પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ નોધાઇ હતી. ત્યાર બાદ ૫ જાન્યુઆરીએ આ યુવતીનો મોડાસા તાલુકાના સાયરા ગામની સીમમાંથી એક વડનાં ઝાડ ઉપર ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.
જેના પગલે યુવતીના પરીજનોમાં તેમજ સમાજના લોકોમાં આક્રોશ ફેલાયો હતો. સમગ્ર મામલે યુવતીના પરિજનોની ઉગ્ર માંગણી બાદ પોલીસ દ્વારા ચાર આરોપીઓ સામે આઈપીસી કલમ૩૦૨, ૩૬૬, ૩૬૭/ઘ ૩૨૩,૫૦૬/૨, એટ્રોસિટી એકટ ૩/૧, આર એસ ,૩/૨/૫, ૩/૧/ડબલ્યુ/૧ મુજબ ગુનો નોધવામાં આવ્યો હતો. પોલીસે આ ચકચારી કેસના પાંચ દિવસ બાદ અંતે મૃતક પીડિતા યુવતીની બહેનનાં નિવેદન બાદ આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા.
ત્યારે પોલીસ ની કાર્યવાહી બાદ ચાર આરોપીઓ પૈકી (૧) બિમલ ભરતભાઇ ભરવાડ રહે બાજકોટ તા મોડાસા અરવલ્લી, (૨) દર્શન ભરવાડ રહે પીપરાણા તા માલપુર જી અરવલ્લી. (૩) જીગર પરમાર રહે ગાજણ તા મોડાસા જી અરવલ્લી.આ ત્રણેય આરોપીઓ એ મોડાસા ગ્રામ્ય પોલીસ મથકમાં સરન્ડર કર્યું હતું.
પોલીસે મૃતક યુવતીના પરિજનો દ્વારા આ ગુનામાં વપરાયેલ કારનાં સીસીટીવી પણ પોલીસ ને આપવામાં આવ્યા હતા. જે કાર પણ પોલીસ દ્વારા કબજે લેવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસે આ ત્રણેય આરોપીઓની અટકાયત કરી ગુના અંગે કઈ રીતે ગુનો આચરવામાં આવ્યો હતો કેવી રીતે આચરવામાં આવ્યો હતો. સમગ્ર વિગતો મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા આવતીકાલે આ ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજુ કરી તપાસ માટે વધુ રિમાન્ડ મેળવાશે.
જ્યારે આ ગુનામાં હજી પણ ફરાર સતીષ ભરવાડ રહેવાસી રમાણાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ત્રણ આરોપીઓ પૈકી બિમલ ભરવાડ યુવાન હોવાની સાથે રંગીન મિજાજી વ્યક્તિત્વ ધરાવે છે વ્યાજનો ધંધો કરે છે. જ્યારે દર્શન ભરવાડ અને જીગર પરમાર સામાન્ય પરિવારનાં છે અને આ બધાજ આરોપીઓ ૨૦ થી ૨૫ વર્ષના છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.