Jamnagar News: જામનગર-રાજકોટ હાઈવે પર ગોઝારા અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે બોલેરો અને એક્ટિવા વચ્ચેની ટક્કરમાં ત્રણ લોકોના મોત થયા છે.
અકસ્માત અંગે પ્રાપ્ત માહિતી અનુસાર જામનગર-રાજકોટ હાઈવે પર ધ્રોલ નજીકના જાવિયા ગામ પાસે આજે સવારે બોલેરો અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બોલેરો અને એક્ટિવા વચ્ચેની ટક્કરમાં ત્રણ લોકોના મોત થયા હતા.
ઘટના બાદ વહેલી સવારે હાઈવે પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. એકઠા થયેલા લોકોની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે લાશનું પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:સુરત નશામાં ધૂત કોર્પોરેશન ઓફિસરે સર્જયો અકસ્માત
આ પણ વાંચો:અંકલેશ્વર-સુરત રસ્તા પર અકસ્માત, ડ્રાઇવરને ઝોકું આવતા કાર ઝાડને અથડાઈ, ત્રણનાં મોત
આ પણ વાંચો:રાજ્યમાં વિવિધ માર્ગ અકસ્માતોમાં 6ના મોત અને 30ને ઇજા