Electric shock/ સુરેન્દ્રનગરમાં વીજ કરંટથી ત્રણના મોત, છ ઇજાગ્રસ્ત

મધ્યપ્રદેશથી દસાડા તાલુકામા ખેત મજૂરી કરવા આવેલ શ્રમિકો બુબવાણા સીમ વિસ્તારમાં ટ્રેક્ટરની ટ્રોલીમાં બેસી જઈ રહ્યા હતા તે દરમિયાન નમી ગયેલ વીજ વાયર ટ્રેક્ટરની ટ્રોલીને અડી જતા દુર્ઘટના સર્જાઈ હતી જેમાં બે મહિલા સહિત ત્રણના મોત નીપજ્યા હતા અને અન્ય છ શ્રમિક ઈજાગ્રસ્ત થતા વિરમગામ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

Top Stories Rajkot Gujarat
YouTube Thumbnail 2024 02 12T123835.235 સુરેન્દ્રનગરમાં વીજ કરંટથી ત્રણના મોત, છ ઇજાગ્રસ્ત

@પ્રિયકાંત ચાવડા

સુરેન્દ્રનગરઃ મધ્યપ્રદેશથી દસાડા તાલુકામા ખેત મજૂરી કરવા આવેલ શ્રમિકો બુબવાણા સીમ વિસ્તારમાં ટ્રેક્ટરની ટ્રોલીમાં બેસી જઈ રહ્યા હતા તે દરમિયાન નમી ગયેલ વીજ વાયર ટ્રેક્ટરની ટ્રોલીને અડી જતા દુર્ઘટના સર્જાઈ હતી જેમાં બે મહિલા સહિત ત્રણના મોત નીપજ્યા હતા અને અન્ય છ શ્રમિક ઈજાગ્રસ્ત થતા વિરમગામ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવમાં ટ્રેક્ટરના ટાયર પણ સળગી ઊઠ્યા હતા બનાવ બાદ પાટડી નાયબ કલેકટર,તથા પોલિસ કાફલો બનાવ સ્થળે પહોચ્યો હતો અને રાજકોટથી PGVCLની ટીમ ઘટનાસ્થળે પહોંચવા રવાના થઈ હોવાની વિગતો સામે આવી છે બેદરકારીને કારણે દુર્ઘટના સર્જાઈ હોવાની સ્થાનિકોમા ગણગણાટ થયો છે તેથી PGVCL સામે રોષની લાગણી પ્રસરી હતી

આ પ્રકારની ઘટના બનવાનું એક મહત્વનું કારણ ઉભરી આવ્યું છે. ટ્રેક્ટરમાં લોખંડના પતરા લગાવેલા હતા. આ પતરા પાછા દસથી બાર ફૂટ ઊંચા લગાવેલા હતા. તેના લીધે ટ્રેક્ટર ખેતમજૂરોને લઈને પસાર થઈ રહ્યુ હતુ ત્યારે આ પતરાને વીજ વાયર અડી ગયો હતો. તેના લીધે ટ્રેક્ટરમાં બેઠેલાઓને વીજ કરંટ લાગ્યો હતો.

વીજકરંટના લીધે બે મહિલા સહિત ત્રણ ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. ચારથી પાંચ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત સ્થિતિમાં હોસ્પિટલ ખસેડાયા છે. નમી ગયેલ વીજ વાયર બાબતે રજૂઆત કરવા છતાં દસાડા PGVCL દ્વારા મેન્ટેનન્સ કરવામાં ન આવતા બેદરકારીના કારણે દુર્ઘટના સર્જાઈ હોવાનું સ્થાનિકોનું માનવુ છે.

પાટડી સડલા રોડ પર નમી ગયેલ વીજ વાયરથી આગ લાગી હતી. થોડા દિવસો પહેલા પાટડી-સડલા રોડ પર નમી ગયેલ વીજ વાયર આઈશર ગાડીને અડકતા પશુ આહાર કડબ ભરેલ આઈશરમા આગ ભભૂકી ઉઠી હતી અને હજારોનુ નુકસાન થયુ હતુ.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ