Kheda News: ખેડામાં વરસાદમાં વીજ કરંટની ઘટનામાં ત્રણના મોત થયા છે. ખેડાના માતરના મહેલજ ગામમાં આ ઘટના બની છે. દુકાનનું શટર ખોલવા જતા કરંટ લાગતા માતા, પુત્ર અને એક વ્યક્તિનું મોત થયું છે.
વીજ કરંટ લાગ્યા બાદ ઈજાગ્રસ્તોને ખેડા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતા. જ્યાં ત્રણ વ્યક્તિને મૃત જાહેર કર્યા હતા. જ્યારે એક વ્યક્તિને સારવાર મળતાં જીવ બચ્યો હતો. ઘટનામાં યાસ્મીન પઠાણ, અવેજ ખાન પઠાણ અને સાહિલ ખાન પઠાણ નામના વ્યક્તિઓના મોત થયા છે. ઘટનાની જાણ થતાં ધારાસભ્ય કલ્પેશ પરમાર, મામલતદાર, ડિઝાસ્ટર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જો કે, માતર પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: સમગ્ર ગુજરાત વરસાદમાં તરબોળ, વાવણીલાયક વર્ષાથી ખેડૂતો ખુશખુશાલ
આ પણ વાંચો: અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ,આઠ જિલ્લામાં રેડ એલર્ટ
આ પણ વાંચો: અમદાવાદ એસ.પી. રીંગ રોડ પર સર્જાયો ગોઝારો અકસ્માત, ઘટનાસ્થળે 3નાં મોત