રાજ્યમાં હાલ વરસાદી મોસમ થોડી જામી છે. વરસાદી મોસમ વચ્ચે છોટાઉદેપુરના સંખેડામાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. અહીં કરંટ લગતા એક જ પરિવારના 3 લોકોના મોત નીપજ્યાં છે. આ ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
આ પણ વાંચો :સુરેન્દ્રનગરમાં વિજ ચેકીંગ માટે ગયેલા નાયબ ઇજનેરને ધમકી અપાઈ
આ મામલે મળતી માહિતી અનુસાર, સંખેડાના પીપલસટ ગામે એક ખેડૂતે પોતાના ખેતરને ભૂંડથી બચાવવા માટે જે કરંટ છોડ્યો હતો, ખેતરની ફરતે વાડમાં છોડેલા કરંટથી પિતા-પુત્ર સહિત ત્રણ લોકો ઘટના સ્થળે જ મોત મળ્યું છે. જણાવીએ કે, બંનેના મૃતદેહોથી 500 મીટર દૂર એક યુવકની લાશ મળી આવી હતી, જેના પગ ખેતરની તારમાં ફસાયેલા હતા.
આ પણ વાંચો :લક્ષ્મીસરના સરપંચના પરિવારે સત્તાનો દુરુપયોગ કરી સરકારી જમીન હડપી લીધી હોવાની રાવ કરાઈ
આ મામલે સંખેડા પોલીસે ત્રણેય મોત અંગે તપાસ શરૂ કરી હતી. જેમાં જાણવા મળ્યું કે, પીપળસટ ગામના બારિયા રાજુભાઈ (ઉંમર વર્ષ 47) ખેતરથી ગઈકાલે સમયસર ઘરે આવ્યા ન હતા. તેથી તેમનો પુત્ર સંજય તેમને શોધવા ખેતર પાસે ગયો હતો. થોડા કલાકો બાદ સંજય પણ પરત ફર્યો ન હતો. તેથી પરિવારે શોધખોળ હાથ ધરી હતી. તપાસ કરતા ખેતરમાં રાજુભાઈ અને સંજય બંને મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ ઘટનાના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
આ પણ વાંચો :આજે યોજાશે ગુજરાતનાં મંત્રીમંડળની શપથવિધિ, મોટાભાગનાં સિનિયરોને પડતા મુકવાનો વ્યૂહ
આ પણ વાંચો :મધ્યપ્રદેશમાં MBBSનો અભ્યાસ હિન્દીમાં કરી શકશો,શિવરાજ સરકારનો મહત્વનો નિર્ણય