Not Set/ અમેરિકા/ ન્યૂજર્સી શહેરમાં અંધાધૂધ ફાયરીંગ, એક પોલીસકર્મી સહિત 6 લોકોનાં મોત

અમેરિકાનાં ન્યૂજર્સી શહેરમાં બુધવારે શૂટઆઉટ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. આ શૂટઆઉટમાં એક પોલીસ જવાનનું મોત થયુ હોવાના અહેવાલ છે, જ્યારે અન્ય લોકો પણ ગોળીબારમાં મૃત્યુ પામ્યા છે. મળતી માહિતી મુજબ આ ઘટના ન્યૂજર્સી બેવ્યૂ વિસ્તારની છે, જ્યાં એક સ્ટોરની બહાર શૂટઆઉટ શરૂ થયું હતું. પોલીસ સિવાય 6 અન્ય લોકો પણ ગોળીબારમાં માર્યા ગયા […]

Top Stories World
AP19344715878436 અમેરિકા/ ન્યૂજર્સી શહેરમાં અંધાધૂધ ફાયરીંગ, એક પોલીસકર્મી સહિત 6 લોકોનાં મોત

અમેરિકાનાં ન્યૂજર્સી શહેરમાં બુધવારે શૂટઆઉટ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. આ શૂટઆઉટમાં એક પોલીસ જવાનનું મોત થયુ હોવાના અહેવાલ છે, જ્યારે અન્ય લોકો પણ ગોળીબારમાં મૃત્યુ પામ્યા છે. મળતી માહિતી મુજબ આ ઘટના ન્યૂજર્સી બેવ્યૂ વિસ્તારની છે, જ્યાં એક સ્ટોરની બહાર શૂટઆઉટ શરૂ થયું હતું. પોલીસ સિવાય 6 અન્ય લોકો પણ ગોળીબારમાં માર્યા ગયા હોવાના સમાચાર છે. ગોળીબાર શરૂ થયો ત્યારબાદ આસપાસની શાળા અને જાહેર જગ્યાઓની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

સ્વાટ પોલીસની ઇમરજન્સી યુનિટને આ વિસ્તારમાં રવાના કરાઇ છે. ગોળીબારમાં મૃત્યુ પામેલા લોકોમાં એક પોલીસ કર્મચારી અને ત્રણ ત્યાથી પસાર થઇ રહેલા લોકો પણ હતા. વળી પોલીસ સાથેની અથડામણમાં બે શંકાસ્પદ હુમલાખોરો માર્યા ગયા છે. આ હુમલો કોણે કર્યો છે અને કયા કારણોસર, તેની પુષ્ટિ થઈ નથી. પોલીસ દ્વારા આ અંગે કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.