સોશિયલ મીડિયામાં પોતાના એક્ટિંગનાં દમ પર લોકોનાં દિલોમાં રાજ કરનાર એન્જલ રાય હવે ફિલ્મોમાં આવવાની તૈયારી કરી રહી છે. તેણે તાજેતરમાં જ તેની પહેલી સાઉથની ફિલ્મ સાઇન કરી છે. એન્જલ રાય ઈન્ડિયન આઇડલનાં વિજેતા સલમાન અલી સાથે એક નવું ગીત પણ કરી રહી છે.
એક ગાયિકા તરીકે સફરની શરૂઆત કરનાર એન્જલ રાયે તેના આકર્ષક વીડિયોથી લાખો લોકોનું દિલ જીતી લીધું છે. ટૂંકા વીડિયો દ્વારા, એન્જલ રાયે એમએક્સ ટકાટક એપ્લિકેશન પર તેની પ્રતિભા દર્શાવીને સમગ્ર વિશ્વનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. એન્જલનાં વીડિયો હંમેશા સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. એમએક્સ ટકાટક પર એન્જલ રાયનાં 1.4 કરોડથી વધુ ફોલોવર્સ છે જ્યારે તેને કરોડો લોકો પસંદ કરે છે. એન્જલ રાયે જણાવ્યું હતું કે, તે ટૂંક સમયમાં સાઉથની એક ફિલ્મમાં જોવા મળશે. એન્જલ રાયે કહ્યું કે, તેણે તાજેતરમાં જ તેની પહેલી સાઉથની ફિલ્મ સાઇન કરી છે. એન્જલ રાય કહે છે, ‘હું ઈન્ડિયન આઇડલનાં વિજેતા સલમાન અલી સાથે એક નવું ગીત પણ કરી રહી છું.’
એન્જલ રાયનું ગીત ‘રોઇ ના જે યાદ મેરી’ એ પહેલાથી જ યુટ્યુબ પર લાખો વ્યૂઝ મેળવી ચૂક્યું છે. એન્જલ રાય પણ એક મોડેલ છે જે હંમેશાં સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. ઈંસ્ટાગ્રામ પર બે મિલિયન લોકો અને ઘણા ડિજિટલ એપ્સ પર દસ કરોડથી વધુ લોકોની પ્રિય એન્જલ રાય ઝી મ્યુઝિકનાં ઘણા ગીતોમાં જોવા મળે છે. આ પહેલા એન્જલ રાયની એક નજર, રાંઝરા, આને વાલે પલ, બોલિવૂડનાં પ્રખ્યાત સિંગર ઝુબિનની સાથે મળીને ગાયુ હતુ.