Not Set/ બંગાળ જીતનાં નશામાં TMC નાં કાર્યકર્તાઓ તોફાન પર ઉતરી આવ્યા, BJP કાર્યાલયમાં ઘૂસવાનો કર્યો પ્રયત્ન

દેશનાં પાંચ રાજ્યોમાં આજે ચૂંટણીની મતગણતરી થઇ રહી છે. સવારે 8 વાગ્યાથી પાચ રાજ્યોની મતગણતરીમાં સૌથી વધુ નજર પશ્ચિમ બંગાળની મતગણતરી પર હતી.  ખાસ કરીને લોકો જાણવા ઉત્સુક હતા કે જે બંગાળને જીતવાની મોટી મોટી વાતો કરતા ભાજપ અને તેના નેતાઓને અહીની જનતા તરફથી શું મળે છે? 

Top Stories India
123 16 બંગાળ જીતનાં નશામાં TMC નાં કાર્યકર્તાઓ તોફાન પર ઉતરી આવ્યા, BJP કાર્યાલયમાં ઘૂસવાનો કર્યો પ્રયત્ન

દેશનાં પાંચ રાજ્યોમાં આજે ચૂંટણીની મતગણતરી થઇ રહી છે. સવારે 8 વાગ્યાથી પાચ રાજ્યોની મતગણતરીમાં સૌથી વધુ નજર પશ્ચિમ બંગાળની મતગણતરી પર હતી.  ખાસ કરીને લોકો જાણવા ઉત્સુક હતા કે જે બંગાળને જીતવાની મોટી મોટી વાતો કરતા ભાજપ અને તેના નેતાઓને અહીની જનતા તરફથી શું મળે છે?

પ.બંગાળ મત ગણતરી / અખિલેશ યાદવ બાદ કેજરીવાલે પણ મમતા બેનર્જીને પાઠવ્યા અભિનંદન

પશ્ચિમ બંગાળમાં સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસને ભારતીય જનતા પાર્ટી કરતા વધુ બેઠકો મળતી દેખાઇ રહી છે અને મમતા બેનર્જીનો પક્ષ સત્તા પરત આવવાની તૈયારીમાં છે. ચૂંટણી પંચે કોરોના સંક્રમણને કારણે ઉજવણી પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં ટીએમસી કાર્યકરો રસ્તાઓમાં નાચતા અને ગાતા જોવા મળી રહ્યા છે. કોલકાતામાં કેટલાક કાર્યકરો આ નાચ-ગાના દરમિયાન તોફાની તાંડવ કરવા લાગ્યા હતા અને તેમા કેટલાક કાર્યકર્તાઓએ ભાજપ કાર્યાલયમાં પ્રવેશવાનો પ્રયાસ પણ કર્યો હતો. ટીએમસીએ બપોરે 200 સીટોથી આગળ વધતાં જ કોલકાતામાં ટીએમસીનાં કાર્યકરોએ ઉજવણી શરૂ કરી હતી. હાથમાં પક્ષનાં ધ્વજ લઇને મોટી સંખ્યામાં કાર્યકરો ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા. ઘણા કાર્યકરોએ ભાજપ કાર્યાલયમાં પ્રવેશવાનો પ્રયાસ પણ કર્યો હતો. જો કે પહેલાથી હાજર પોલીસકર્મીઓએ તેમને બેરીકેડિંગની મદદથી અટકાવી દીધા હતા.

Assembly Election / વિધાનસભાની ચૂંટણીઓને લઈ EC નો રાજ્યોને સખ્ત આદેશ, જીતનું જશ્ન રોકાવીને FIR દાખલ કરો

રાજ્યનાં ઘણા ભાગોથી ઉજવણીનાં ફોટા સામે આવી રહ્યા છે. કાર્યકર્તાઓ એક બીજાનાં મો મીઠા કરી રહ્યા છે, વળી ઘણા નાચતા અને ગાતા પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે. મોટાભાગનાં કાર્યકર્તાઓનાં ચહેરા પર માસ્ક નહોતા, વળી અહી સામાજિક અંતરનું પાલન કરવામાં આવી રહ્યુ નહોતુ. જો કે, રાજ્યમાં કોરોના સંક્રમણનાં વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે માર્ગદર્શિકા જારી કરી દીધી હતી. રાજ્ય સરકાર દ્વારા મીની લોકડાઉનની પણ જાહેરાત કરવામાં આવી છે. જો કે આ વચ્ચે ટીએમસીનાં કાર્યકર્તાઓ દ્વારા માસ્ક વિના નિકળવુ અને ભાજપનાં કાર્યાલયમાં પ્રવેશવાનો પ્રયત્ન કરવો કેટલા અંશે વ્યાજબી છે તે ભાજપનાં નેતાઓનું કહેવુ છે.

Untitled બંગાળ જીતનાં નશામાં TMC નાં કાર્યકર્તાઓ તોફાન પર ઉતરી આવ્યા, BJP કાર્યાલયમાં ઘૂસવાનો કર્યો પ્રયત્ન