પેટાચૂંટણી/ TMC એ શત્રુઘ્ન સિન્હાને આપી લોકસભાની ટિકિટ,વિધાનસભા માટે બાબુલ સુપ્રિયો ઉમેદવાર 

મમતા બેનર્જીએ ટ્વીટ કર્યું કે ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ વતી એ જાહેરાત કરતા આનંદ થાય છે કે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને પ્રખ્યાત અભિનેતા શત્રુઘ્ન સિન્હા આસનસોલથી લોકસભા પેટાચૂંટણી માટે અમારા ઉમેદવાર હશે.

Top Stories India
શત્રુઘ્ન સિન્હા

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વડા મમતા બેનર્જીએ પૂર્વ કેન્દ્રીય મંત્રી શત્રુઘ્ન સિન્હાને આસનસોલ લોકસભા બેઠકની પેટાચૂંટણી માટે ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે અને બાબુલ સુપ્રિયો બાલીગંજ વિધાનસભા પેટાચૂંટણી માટે ટીએમસીના ઉમેદવાર હશે. મમતા બેનર્જીએ ટ્વીટ કર્યું કે ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ વતી એ જાહેરાત કરતા આનંદ થાય છે કે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને પ્રખ્યાત અભિનેતા શત્રુઘ્ન સિન્હા આસનસોલથી લોકસભા પેટાચૂંટણી માટે અમારા ઉમેદવાર હશે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પ્રખ્યાત ગાયક બાબુલ સુપ્રિયો બાલીગંજથી વિધાનસભા પેટાચૂંટણીમાં અમારા ઉમેદવાર હશે. જય હિંદ, જય બાંગ્લા, જય મા-માટી- મનુષ!

આ પણ વાંચો : શું છે ફોન ટેપિંગ કેસ જે મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ માટે બન્યો માથાનો દુખાવો, મુંબઈ પોલીસ કરશે પૂછપરછ

આ પણ વાંચો : આજે દિલ્હીમાં યોગી સરકારની રચના પર થશે મંથન,આ ચહેરાઓને કેબિનેટમાં સામેલ કરાશે!

આ પણ વાંચો :કુપવાડામાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં એક આતંકીને કર્યો ઠાર

આ પણ વાંચો :શરદ પવારનું નામ દાઉદ ઈબ્રાહિમ સાથે જોડવાના આરોપમાં કેબિનેટ મંત્રી રાણેના પુત્રો સામે ફરિયાદ