Flying Kiss Row/ TMC સાંસદ મહુઆએ ‘ફ્લાઈંગ કિસ’ વિવાદ પર સ્મૃતિ પર કર્યો કટાક્ષ, કહ્યું- ‘મેડમ’ શું હતી તમારી પ્રાથમિકતાઓ

મોઇત્રાનું આ નિવેદન લોકસભામાં રાહુલ ગાંધી સાથે જોડાયેલા ફ્લાઈંગ કિસ વિવાદ પર સ્મૃતિ ઈરાનીના નિવેદનના એક દિવસ બાદ આવ્યું છે, જેમાં કેન્દ્રીય મંત્રીએ કોંગ્રેસના સાંસદને મિસગોનિસ્ટ ગણાવ્યા હતા

Top Stories India
Untitled 94 1 TMC સાંસદ મહુઆએ 'ફ્લાઈંગ કિસ' વિવાદ પર સ્મૃતિ પર કર્યો કટાક્ષ, કહ્યું- 'મેડમ' શું હતી તમારી પ્રાથમિકતાઓ

તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ મહુઆ મોઇત્રાએ મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની પર કટાક્ષ કરતા ગુરુવારે કહ્યું કે મહિલા કુસ્તીબાજોની છેડતી અને ઉત્પીડનના કેસમાં આરોપી ભારતીય જનતા પાર્ટી (BJP) ના સાંસદને લઈને તેમણે (ઈરાની) એક શબ્દ બોલ્યો નહીં અને હવે તેઓ  ‘ફ્લાઈંગ કિસ’ વિશે વાત કરી રહી છે.

મોઇત્રાનું આ નિવેદન લોકસભામાં રાહુલ ગાંધી સાથે જોડાયેલા ફ્લાઈંગ કિસ વિવાદ પર સ્મૃતિ ઈરાનીના નિવેદનના એક દિવસ બાદ આવ્યું છે, જેમાં કેન્દ્રીય મંત્રીએ કોંગ્રેસના સાંસદને મિસગોનિસ્ટ ગણાવ્યા હતા અને કહ્યું હતું કે ગૃહમાં આ પ્રકારની ઘટના પહેલા ક્યારેય જોવા મળી નથી. આ ઘટનાને લઈને ભાજપની મહિલા સાંસદોએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને મળીને રાહુલ ગાંધી સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મોઇત્રાએ સંસદ ભવન સંકુલમાં પત્રકારોને જણાવ્યું હતું કે, “જ્યારે બીજેપી સાંસદ પર અમારી ચેમ્પિયન મહિલા કુસ્તીબાજોની છેડતી અને હેરાનગતિનો આરોપ લાગે છે, ત્યારે અમે મહિલા અને બાળ વિકાસ મંત્રીનો એક શબ્દ પણ સાંભળતા નથી અને હવે તે ફ્લાઈંગ કિસની વાત કરી રહ્યા છે. મહુઆ મોઇત્રાએ કહ્યું, “મેડમ તમારી પ્રાથમિકતાઓ શું છે.” તૃણમૂલ કોંગ્રેસના સાંસદની આ ટિપ્પણીને ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ પર લાગેલા આરોપોના સંદર્ભમાં જોવામાં આવી રહી છે, જેમના પર મહિલા કુસ્તીબાજોની જાતિય સતામણીનો આરોપ છે. પોલીસે સાંસદ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે.

આ પણ વાંચો:અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાના છેલ્લા દિવસે PM મોદી વિપક્ષ પર કરશે પ્રહાર

આ પણ વાંચો:AAPનો કેન્દ્ર સરકાર પર હુમલો, રાહુલ ગાંધીની જેમ રાઘવ ચઢ્ઢાની સદસ્યતા ખતમ કરવાનું ષડયંત્ર

આ પણ વાંચો:આજે છે ‘વિશ્વ સિંહ દિવસ’, PM મોદીએ આપી શુભકામનાઓ, કહ્યું- દેશમાં સિંહોની વસ્તી વધી

આ પણ વાંચો:ચંદ્રયાન-3ના લેન્ડરે ચંદ્ર અને પૃથ્વીની તસવીરો મોકલી, જુઓ અવકાશમાંથી ધરતી અને ચંદ્ર કેવો દેખાય છે