દેશનાં પૂર્વ ચૂંટણી કમિશનર ટી.એન. શેષનનું રવિવારે અવસાન થયુ. પૂર્વ ચૂંટણી કમિશનર એસ.વાય.કુરેશીએ આ માહિતી આપી હતી. તેમણે તમિળનાડુની રાજધાની ચેન્નાઈ સ્થિત તેમના નિવાસસ્થાન પર 86 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધો. ટી.એન.શેષન દેશનાં દસમા ચૂંટણી કમિશનર હતા. ભારતીય ચૂંટણી પ્રણાલીમાં સુધારા લાવવા બદલ તેમને હંમેશાં યાદ કરવામાં આવશે.
પૂર્વ ચૂંટણી કમિશનરની તબિયત છેલ્લા કેટલાક સમયથી સારી નહોતી. રવિવારે રાત્રે 9.30 વાગ્યે હાર્ટ એટેકથી તેમનું અવસાન થયું હતું. પોતાની સ્પષ્ટવાદિતા માટે જાણીતા, સેષન તેમની વધતી ઉંમરને કારણે છેલ્લા કેટલાક વર્ષોથી ફક્ત તેમના નિવાસમાં જ રહેતા હતા. તેમનું બહાર જવુ અને આવવું લગભગ ના બરાબર બન્યુ હતું.
1955 બેચનાં આઈએએસ અધિકારી ટીએમ શેષન 1990 થી 1996 દરમિયાન દેશનાં મુખ્ય ચૂંટણી કમિશનર રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન, તેમણે ચૂંટણી પ્રણાલીમાં ઘણા સુધારા કર્યા, જે જમીન પર સાકાર થયા. વર્ષ 1996 માં તેમને રમન મેગ્સેસે એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
શેષન દેશનાં 10 માં મુખ્ય ચૂંટણી કમિશનર હતા. ચૂંટણી કમિશનર બનતા પહેલા શેષને ઘણા મંત્રાલયોમાં કામ કર્યું અને તે જયા પણ ગયા ત્યા મંત્રી અને મંત્રાલયની છબી સુધરી. 1990 માં મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા પછી, શેષનનો સંવાદ ‘આઈ ઇટ પોલિટિશિયન ફોર બ્રેકફાસ્ટ’ ચર્ચામાં રહ્યો હતો.
આપને જણાવી દઇએ કે તે પ્રથમ ચૂંટણી કમિશનર હતા જેમણે બિહારમાં પ્રથમવાર 4 તબક્કામાં ચૂંટણી યોજી હતી. આ સમય દરમિયાન, ચૂંટણીની તારીખોમાં ચાર વખત ફેરફાર કરવામાં આવ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ તેમના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું.
શેષન તેમના 6 ભાઈ-બહેનોમાં સૌથી નાના હતા. તેમના પિતા વ્યવસાયે વકીલ હતા. તેમનો જન્મ કેરળનાં બ્રાહ્મણ કુળમાં થયો હતો. આઈએએસની પરીક્ષામાં ટોચનાં સ્થાને રહેલા ટી.એન. શેષન અમલદારશાહીનાં પદ પર રહીને કેબિનેટ સચિવનાં પદ ઉપર પહોંચી ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.