ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024) માં બુધવારે રાજસ્થાન રોયલ્સ (RR) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે એક રોમાંચક મેચ રમાશે. આ મેચ ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. રાજસ્થાન માટે આ મેચ ઘણી મહત્વની છે. 12 મેચોમાંથી, ટીમે 8 મેચ જીતી છે અને 4 મેચ હારી છે. ટીમ ટેબલમાં 16 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. જો ટીમ પંજાબ સામે જીતશે તો પ્લેઓફ માટે ક્વોલિફાય થશે. આ સાથે જ પંજાબની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે.
શું કહે છે પિચ રિપોર્ટ
IPLના ઈતિહાસમાં રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે 27 મેચ રમાઈ છે. જેમાં ટીમે 16 મેચ જીતી છે અને પંજાબ કિંગ્સે 11 મેચ જીતી છે. પંજાબ સામે રાજસ્થાનનો સર્વોચ્ચ સ્કોર 226 રન છે, જ્યારે રાજસ્થાન સામે પંજાબનો સર્વોચ્ચ સ્કોર 223 રન છે. ગુવાહાટી વેન્યુ એ ભારતનું બીજું હાઈ-સ્કોરિંગ ગ્રાઉન્ડ છે. ભૂતકાળમાં અહીં કેટલાક મોટા સ્કોર જોવા મળ્યા છે. આ સ્થળ પર બીજા ક્રમે બેટિંગ કરનારી ટીમનો રેકોર્ડ સારો છે. જો કે, આ પીચ બેટ્સમેન અને બોલરો બંનેને મદદ કરે છે. વાસ્તવમાં, 16 પોઈન્ટ સાથે રાજસ્થાન રોયલ્સ પાસે પ્લેઓફમાં પહોંચવાની સારી તક છે. જો કે સતત ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડી રહ્યો છે. હવે તેઓ પંજાબ કિંગ્સ સામે ટકરાશે, જેમની અત્યાર સુધી ખૂબ જ ખરાબ સિઝન રહી છે. તેમની પાસે ગુમાવવા માટે કંઈ બચ્યું નથી.
રાજસ્થાન રોયલ્સ સ્ક્વોડ્સ
સંજુ સેમસન (કેપ્ટન), જોસ બટલર, શિમરોન હેટમાયર, યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ, ડોનોવન ફરેરા, ક્રુણાલ રાઠોડ, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ સેન, નવદીપ સૈની, સંદીપ શર્મા, ટ્રેન્ટ બોલ્ટ, યુઝવેન્દ્ર ચહલ, એડમ ઝમ્પા, અવેશ ખાન , રોવમેન પોવેલ, શુભમ દુબે, ટોમ કોહલર-કેડમોર, આબિદ મુશ્તાક, નંદ્રે બર્જર.
પંજાબ કિંગ્સ સ્ક્વોડ્સ
શિખર ધવન (કેપ્ટન), મેથ્યુ શોર્ટ, પ્રભસિમરન સિંઘ, જીતેશ શર્મા, સિકંદર રઝા, ઋષિ ધવન, લિયામ લિવિંગસ્ટોન, અથર્વ ટાયડે, અર્શદીપ સિંહ, નાથન એલિસ, સેમ કુરાન, કાગીસો રબાડા, હરપ્રીત બ્રાર, રાહુલ ચાહર, હરપ્રીત ભાટિયા, વિદ્વા કાયર , શિવમ સિંહ, હર્ષલ પટેલ, ક્રિસ વોક્સ, આશુતોષ શર્મા, વિશ્વનાથ પ્રતાપ સિંહ, શશાંક સિંઘ, તનય થિયાગરાજન, પ્રિન્સ ચૌધરી, રિલે રોસો.
આ પણ વાંચો: PM મોદી ચૂંટણીના પાંચમા તબક્કા માટે આજે મહારાષ્ટ્રમાં જાહેરસભા અને રોડ શો કરશે
આ પણ વાંચો: લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં આજે રાહુલ ગાંધી ઓડિશામાં બાઈક રેલી અને જાહેરસભા કરશે
આ પણ વાંચો: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અીમીનાબાદમાં જનસભાને કરશે સંબોધિત
આ પણ વાંચો: લિકર પોલિસી કેસમાં જેલમાં બંધ મનીષ સિસોદિયાની રાઉઝ એવન્યુ કોર્ટમાં આજે સુનાવણી