ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદનો જન્મ આજનાં દિવસે થયો હતો. રાજેન્દ્ર પ્રસાદનો જન્મ 3 ડિસેમ્બર, 1884 નાં રોજ બિહારનાં નાના ગામ જીરાદેઇમાં થયો હતો. તેમના પિતાનું નામ મહાદેવ સહાય અને માતાનું નામ કમલેશ્વરી દેવી હતું. તેમના પિતા સંસ્કૃત અને ફારસી ભાષાનાં ખૂબ જાણકાર હતા. જ્યારે માતા ધાર્મિક મહિલા હતી, તેઓ ડો.રાજેન્દ્ર પ્રસાદને રામાયણની કથાઓ સંભાળવતા હતા. ડો.પ્રસાદનાં લગ્ન 12 વર્ષની ઉંમરે થયા હતા. તેમની પત્નીનું નામ રાજવંશી દેવી હતું.
ડો.રાજેન્દ્ર પ્રસાદ સ્વતંત્ર ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિ હતા. 26 જાન્યુઆરી, 1950 માં જ્યારે આપણું પ્રજાસત્તાક અમલમાં આવ્યું ત્યારે ડો.પ્રસાદને આ પદથી નવાજવામાં આવ્યા હતા. આઝાદી પછી રચાયેલી પ્રથમ સરકારમાં ડો.રાજેન્દ્ર પ્રસાદને પંડિત જવાહરલાલ નહેરુની સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે ફૂડ એન્ડ એગ્રિકલ્ચર વિભાગની જવાબદારી સોંપવામાં આવી હતી. આ સાથે, ભારતની બંધારણ સભામાં બંધારણનાં ઘડતર માટે તેમની અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
રાજેન્દ્રપ્રસાદ ગાંધીજીનાં મુખ્ય શિષ્યોમાંનાં એક હતા, તેઓ દેશની આઝાદી માટે જીવન બલિદાન આપવાના સંકલ્પબદ્ધ હતા. તેમનુ મુખ્યત્વે સ્વતંત્રતા સેનાનીઓ તરીકે નામ લેવામાં આવે છે. રાજેન્દ્ર પ્રસાદ બિહારનાં મુખ્ય નેતા હતા. મીઠાનાં આંદોલન અને ભારત છોડો આંદોલન દરમિયાન તેમને જેલનાં ત્રાસનો પણ સામનો કરવો પડ્યો હતો. રાષ્ટ્રપતિ બન્યા પછી, ડો.પ્રસાદ બિનહરીફ અને સ્વતંત્ર રીતે નિર્ણય લેવા માંગતા હતા, તેથી તેઓ કોંગ્રેસ પક્ષમાંથી નિવૃત્ત થયા હતા. ડો.પ્રસાદ ભારતમાં શિક્ષણનાં વિકાસ માટે વધુ ભાર આપતા હતા, તેમણે નેહરુની સરકારને ઘણીવાર તેમની સલાહ પણ આપી હતી.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…