મોરબીમાં આજે ભારતીય મજદૂર સંઘ નું સંમેલન યોજાયું હતું. જેમાં સરકાર સમક્ષ અગિયાર માંગણીઓ મૂકી છે અને આગામી ૧૦મી જૂને ગુજરાતનાં દરેક જીલ્લા મથકે ભારતીય મજદૂર સંઘ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી તેમની માંગણીઓ સરકારનાં ધ્યાને મુકવા અંગેનો સુર આ સમેલનમાં છેડાયો હતો.
આ બાબતે વાત કરીએ તો ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ પ્રમુખ વિનોદ ચાવડા, પૂર્વ પ્રમુખ, તેમજ મોરબી જિલ્લા પ્રમુખ ડી.એન. ઝાલા, મંત્રી અમરશીભાઈ પટેલ સહિતનાં આગેવાનો આ સંમેલનમાં હાજર રહી મજૂરોને માર્ગદર્શન આપ્યું હતું. આ ભારતીય મજદૂર સંઘમાં એસટી બોર્ડ, ગુજરાત મેરીટાઇમ બોર્ડ, આંગણવાડી વર્કર, આશાવર્કર, પાણી પુરવઠા બોર્ડ સાથે સંકળાયેલા મજદૂરો આ સંમેલનમાં જોડાયા હતા અને તેમની સાતમાં પગાર પંચ અને મળતા એરિયર્સ સહિતની 11 માગણીઓ સરકાર સમક્ષ મુકવાનો સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો હતો.