દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદે કોંગ્રેસ સાથેના સંબંધો તોડી નાખ્યા છે. તેમના રાજીનામા બાદ કોંગ્રેસ અને પક્ષના પ્રમુખના ભવિષ્યને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. દરમિયાન સમાચાર મળ્યા છે કે કોંગ્રેસની સેન્ટ્રલ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક આજે યોજાવા જઈ રહી છે.
ANI અનુસાર, કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક આજે બપોરે 3.30 વાગ્યે વર્ચ્યુઅલ મોડમાં યોજાશે. આ બેઠકમાં પાર્ટીના નવા પ્રમુખ અને પાર્ટીના આગામી અધ્યક્ષની ચૂંટણીની તારીખો અંગે ચર્ચા કરવામાં આવશે. બેઠક બાદ તારીખો પણ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. સોનિયા ગાંધી વર્ચ્યુઅલ હાજરી આપીને આ બેઠકની અધ્યક્ષતા કરશે. ખબર છે કે આ સમયે સોનિયા ગાંધી મેડિકલ ચેકઅપ માટે વિદેશ પ્રવાસ પર છે. સાથે જ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ તેમની સાથે છે.
કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે ટ્વીટ કરીને આ બેઠકની માહિતી આપી છે. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે ‘કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીની તારીખ માટે ચોક્કસ શેડ્યૂલને મંજૂરી આપવા માટે CWCની વર્ચ્યુઅલ બેઠક 28 ઓગસ્ટ 2022ના રોજ બપોરે 3:30 વાગ્યે યોજાશે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી CWC બેઠકની અધ્યક્ષતા કરશે.
આ પણ વાંચો: PM નરેન્દ્ર મોદીએ સ્મૃતિ વન સ્મારકનું લોકાર્પણ કર્યું
આ પણ વાંચો:ગૃહમંત્રઅમિત શાહ ગુજરાતના પ્રવાસે,રાષ્ટ્રીય યુનિવર્સિટી બન્યા બાદ NFSUનો પ્રથમ પદવીદાન સમારોહ
આ પણ વાંચો:હાલોલ પાસે અકસ્માત સર્જાતા 3 લોકોના મોત,પાવાગઢ દર્શન કરીને પરત ફરતા પરિવાર અકસ્માતનો ભોગ બન્યો