સામગ્રી
1 કપ પલાળેલા કાળા ચણા
1/2 ટીસ્પૂન જીરૂ
1/4 ટીસ્પૂન રાઇ
2 તમાલપત્ર
2 આખા લાલ કાશ્મીરી મરચાં
1 ચપટીભર હીંગ
1 ટીસ્પૂન આદૂ-લીલા મરચાંની પેસ્ટ
1 ટીસ્પૂન મરચાં પાવડર
1/4 ટીસ્પૂન હળદર
1 કપ દહીં
3 ટેબલસ્પૂન ચણાનો લોટ
4 ટેબલસ્પૂન સમારેલી કોથમીર
2 ટીસ્પૂન તેલ
મીઠું (સ્વાદાનુસાર)
બનાવવાની રીત
એક પ્રેશર કુકરમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ, રાઇ, તમાલપત્ર, લાલ મરચાં અને હીંગ મેળવો. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં કાળા ચણા, આદૂ-લીલા મરચાંની પેસ્ટ, મરચાં પાવડર, હળદર અને મીઠા સાથે 2 કપ પાણી ઉમેરી લો.
હવે પ્રેશર કુકરની 3 સીટી સુધી ચણા બરોબર રંધાઇ જાય ત્યાં સુધી રાંધી લો. પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો.
હવે દહીં સાથે ચણાનો લોટ મેળવીને, આ મિશ્રણને રાંધેલા ચણામાં મેળવી લો. ઉભરો આવે તે પછી 4 થી 5 મિનિટ ધીમા તાપ પર રાંધી લો. આ મિશ્રણને સતત હલાવતા રહો, જેથી જ્યારે ઉભરો આવવા માંડે ત્યારે દહીં ફાટી ન જાય.
કોથમીર વડે સજાવી તરત જ પીરસો.