રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંધ એટલે કે આરએસએસનાં વડા મોહન ભાગવત 15 અને 16 ફેબ્રુઆરીના રોજ ગુજરાત પ્રવાસે છે. પોતાની ગુજરાત મુલાકાત દરમિયાન મોહન ભાગવત આવતી કાલે અમદાવાદ ખાતે આરએસએસનાં નવનિર્મિત કાર્યાલયનું લોકાર્પણ કરશે.
મણિનગર ખાતે આવેલ આરએસએસના કાર્યાલયનું નવનિર્માણ કરવામાં આવ્યુ છે, જેનું લોકાર્પણ મોહન ભાગવતના હસ્તે કરવામાં આવશે. આપને જણાવી દઇએ કે, બે માળનાં જુના કાર્યાલયની જગ્યાએ પાંચ માળનું નવું અને અધ્યતન બિલ્ડીંગ ઉભું કરવામાં આવ્યું છે. જ્યારે લોકાર્પણને ગણતરીના કલાકો બાકી છે ત્યારે હાલ નાવનિર્મીત કાર્યાલય ખાતે મોહન ભાગવતને આવકારવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.