મુંબઈ,
વર્તમાન મોદી સરકાર વિરુધ લાવવામાં આવેલા અવિશ્વાસના પ્રસ્તાવ પર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાનું ભાષણ આપ્યું હતું અને ત્યારબાદ પોતાની સીટ પરથી ઉઠીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગળે લગાવ્યા હતા. એક સમયે આ જોઇને રાહુલ ગાંધીની પીએમ મોદીને આપેલી આ જાદુની જપ્પી જોઇને ચકિત થયા હતા.
ત્યારે હવે એક બાજુ વર્તમાન સત્તાધારી પાર્ટી ભાજપ દ્વારા આ મુદ્દે હુમલો બોલવામાં આવી રહ્યો છે જયારે બીજી બાજુ કોંગ્રેસ આ જપ્પીનો ફાયદો આગામી ચુંટણી માટે ઉપયોગમાં લઇ રહ્યું છે.
હકીકતમાં, રાહુલ ગાંધીએ લોકસભામાં પોતાના ભાષણ દરમિયાન જે વાત કહી હતી તેને હવે કોંગ્રેસ રસ્તા પર લઈને આવ્યું છે. આ માટે મહારાષ્ટ્રમાં મુંબઈ કોંગ્રેસ તરફથી રસ્તાઓ પર રાહુલ ગાંધી અને પીએમ મોદીની ગળે મળતી તસ્વીરો સાથે પોસ્ટર બનાવવામાં આવ્યા છે. આ પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, “નફરતથી નહિ પણ પ્યારથી જીતીશું”
શુક્રવારે તેઓએ પોતાના ભાષણ દરમિયાન કહ્યું હતું કે, “તમારા લોકોમાં મારા માટે નફરત છે, તમે મને પપ્પુ અને ખુબ ગાળો આપીને ભુલાવી શકો છો પરંતુ મારા અંદર તમારા લોકો માટે નફરત નથી”. ત્યારે હવે કોંગ્રેસ અધ્યક્ષના આ જ નિવેદનનો ઉપયોગ આગામી ચુંટણીની રણનીતિ કરી રહી હોય તે જોવા મળી રહ્યું છે.
મહત્વનું છે કે, આ પહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ સંસદને સંબોધી હતી. સંસદમાં પોતાનું સંબોધન આપતા તેઓએ વર્તમાન મોદી સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો બોલ્યો હતો.ત્યારબાદ પીએમ મોદીને દેશના ચોકીદાર નહિ પણ ભાગીદાર કહીને પોતાનો હુમલો બોલ્યો હતો. ત્યારબાદ પોતાના સંબોધનના અંતમાં ગૃહમાં રાહુલ ગાંધીએ લોકસભામાં પોતાની સીટ પરથી ઉઠીને પીએમ મોદીને ગળે મળ્યા હતા અને ત્યારબાદ પીએમએ પણ તેઓની પીઠ થપ થપાવીને શુભકામનાઓ આપી હતી.