ઉત્તરાખંડનાં ટિકોચીમાં એક હેલિકોપ્ટર દુર્ઘટના થયા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. સમાચાર એજન્સી એએનઆઈએ ઉત્તરકાશી જિલ્લાનાં મેજિસ્ટ્રેટ આશિષ ચૌહાણને ટાંકીને જણાવ્યું છે કે, ખરાબ હવામાનમાં આ હેલિકોપ્ટર ક્રેશ થયુ હતુ. મેજિસ્ટ્રેટનાં જણાવ્યા મુજબ, વાદળ ફાટ્યા બાદ આ ઘટના અરકોટનાં પૂરગ્રસ્ત વિસ્તારમાં બની હતી.
https://api.mantavyanews.in/uttarakhandanam-tikocimam-helicopter-crashed-the-second-event-was-3-days/
ગૌરવ દહિયાનાં આક્ષેપો બાદ આજે પીડિતાએ તેનો જવાબ પ્રેસ કોન્ફરન્સ દ્વારા આપ્યો હતો. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પીડિતાએ ગૌરવ દહિયાનાં આરોપો પર જવાબ આપતા કહ્યુ કે, મારી પાસે લગ્નનાં તમામ પુરાવા છે. સાથે તેણે પોતાના બાળકનો ડીએનએ ટેસ્ટ કરવવાની પણ વાત કહી હતી. તેણે લગ્નનાં ફોટાની ફોરેન્સિક તપાસ કરવાની પણ માંગણી કરી હતી.
https://api.mantavyanews.in/ias-dahiyas-alleged-lover-expresses-press-conference-today-know-say/
અયોધ્યા વિવાદિત માળખાના ભંગાણના મામલે ભાજપના વરિષ્ઠ નેતાઓ પર ચાલી રહેલા કેસની સુનાવણી કરી રહેલા વિશેષ ન્યાયાધીશ એસ.કે. યાદવે સુપ્રીમ કોર્ટને પત્ર લખીને પોલીસ સુરક્ષાની માંગ કરી છે. પત્ર પર સુપ્રીમ કોર્ટના જસ્ટીસ આર.એફ. રોહિંગ્ટને કહ્યું હતું કે ન્યાયાધીશની માંગ વાજબી છે. ઉત્તર પ્રદેશ સરકારે આ સંદર્ભમાં પોતાનો જવાબ ફાઇલ કરવો જોઇએ.
https://api.mantavyanews.in/special-judge-seeks-special-police-protection-hearing-on-ayodhya-dispute-structure/
શુક્રવારે પૂર્વ વડા પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડો. મનમોહનસિંહે રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા હતા. આ વખતે તે રાજસ્થાનથી ચૂંટાયા છે. મનમોહન સિંહ રાજસ્થાનથી રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાયા છે. શપથ ગ્રહણ સમારોહ દરમિયાન વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધી અને ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી, વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ સહિતના કોંગ્રેસના અનેક દિગ્ગજો શપથ ગ્રહણ સમારોહમાં હાજર હતા.
https://api.mantavyanews.in/manmohan-singh-elected-unopposed-from-rajasthan-takes-oath-of-rajya-sabha-membership/
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશોની મુલાકાતે છે. તેના પ્રથમ સ્ટોપ તરીકે, તેઓ ગુરુવારે ફ્રાન્સ પહોંચ્યા અને રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને મળ્યા. આ દરમિયાન બંને દેશો વચ્ચે ઘણા મુદ્દાઓ પર વાતચીત થઈ હતી, પરંતુ પાકિસ્તાનમાં ચર્ચા આ બેઠકને બદલે કંઇક બીજા વિષે છે. સમાચાર છે કે PM મોદીનું વિમાન એર ઇન્ડિયા વન ફ્રાન્સ જવા માટે પાકિસ્તાન ઉપર ઉડાન ભરી હતી.
https://api.mantavyanews.in/talk-of-the-town-in-pakistan-pm-modi-used-pakistan-airspace-to-fly-to-france/
ગુજરાત રાજયના શિક્ષણમંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમની ધારાસભ્ય તરીકેની જિતને પડકારતી રિટ મામલે HCએ ભુપેન્દ્ર સિંહ ચુડાસમા સામે સમન્સ ઇસ્યુ કર્યું છે. કોંગ્રેસનાં અશ્વિન રાઠોડ દ્વારા ભુપેન્દ્ર સિંહની જીત ને પડકારતી રિટ HCમાં કરવામાં આવી હતી. આ કેસમાં હાઈકોર્ટે ભુપેન્દ્ર સિંહ ને 27 ઓગષ્ટે હાજર રહેવા માટે ફરમાન કર્યું છે.
https://api.mantavyanews.in/hc-declares-summons-issue-for-education-minister-bhupendra-singh-chudasama-on-august-27/
PM મોદીએ ફ્રાન્સનાં પેરિસમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. PMએ કહ્યું કે, સારી મિત્રતાનો અર્થ સુખ અને દુ:ખમાં એકબીજાને ટેકો અને સાથ આપવો તેવો છે. ભારત અને ફ્રાન્સ વચ્ચેના સંબંધો સેંકડો વર્ષ જૂનો છે. ‘ અમારી મિત્રતા સ્વાર્થ પર નહીં, પરંતુ લિબર્ટી, સમાનતા અને બંધુત્વના નક્કર આદર્શો પર ટકી છે. PM મોદીએ કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં ભારતે કેટલાક લક્ષ્યો હાંસીલ કર્યા જે અગાઉ અશક્ય માનવામાં આવ્યાં હતાં. થાકીને નવા ભારતમાં રહેવાનો કોઈ સવાલ જ નથી.
https://api.mantavyanews.in/pm-modi-said-in-paris-that-there-is-no-question-of-being-tired-and-standing-off-in-a-new-india/
બારડોલીનાં ભટલાવ તાલુકાનાં કિકવાડ ગામમાં આજે હલ્લાબોલનાં દ્રશ્યો સર્જાયા હતા. અહી 7 જેટલી બસોને વિદ્યાર્થીઓ દ્વારા રોકવામા આવી હતી. વિદ્યાર્થીઓનું કહેવુ છે કે, અહી પહેલા બસો આવતી હતી પરંતુ છેલ્લા ઘણા સમયથી બસોનું આવવાનું બંધ થતા અમને ભારે તકલીફો પડી રહી છે.
https://api.mantavyanews.in/bardoli-students-not-come-village-just-make-noise/
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇED) એ શુક્રવારે વિદેશી વિનિમય કાયદાના કથિત ઉલ્લંઘન બદલ જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલના પરિસરની તલાશી લીધી હતી. અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે દિલ્હી અને મુંબઇના પરિસરની તલાશી લેવામાં આવી હતી.
https://api.mantavyanews.in/ed-raids-in-many-places-including-the-home-of-jet-airways-founder-naresh-goyal/
ઉત્તર કોરિયાએ ગુરુવારે કહ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સ સાથે પરમાણુ મુદ્દા પર વાટાઘાટ કરવામાં તેનો કોઈ રસ નથી, જ્યાં સુધી તે તેની પ્રતિકૂળ લશ્કરી કાર્યવાહીને બંધ ન કરે. દરમિયાન, ઉત્તર કોરિયાએ ચેતવણી પણ આપી હતી કે દક્ષિણ કોરિયા અને યુ.એસ. દ્વારા કરવામાં આવેલા એક ખતરનાક અને અસામાન્ય લશ્કરી પગલાથી કોરિયન દ્વીપકલ્પમાં નવા શીત યુદ્ધની શરૂઆત થશે. આ રીતે, દ્વીપકલ્પમાં ફરી તણાવ જોવા મળી રહ્યો છે.
https://api.mantavyanews.in/north-korea-denies-nuclear-talks-with-us/
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.