Not Set/ ખેડા APMCના ચેરમેન પદે તોરેખાન પઠાણની બિનહરીફ વરણી

ખેડા માર્કેટિંગ યાર્ડની અઢી વર્ષની ટર્મ માટે ચેરમેન પદની ચૂંટણી આજે માર્કેટયાર્ડના સભા હોલમાં યોજાઈ હતી,જેમાં 14  મંડળના સભ્યો  હાજર રહ્યા હતા

Gujarat
તોરેખાન ખેડા APMCના ચેરમેન પદે તોરેખાન પઠાણની બિનહરીફ વરણી

ખેડા માર્કેટિંગ યાર્ડની અઢી વર્ષની ટર્મ માટે ચેરમેન પદની ચૂંટણી આજે માર્કેટયાર્ડના સભા હોલમાં યોજાઈ હતી,જેમાં 14  મંડળના સભ્યો  હાજર રહ્યા હતા. APMCની ચૂંટણી જિલ્લા રજિસ્ટાર ઉર્વશી બ્રહ્મભટ્ટની અધ્યક્ષતામાં યોજાઇ હતી ,ચાંદણાના તોરેખાન હયાતખાન પઠાણ APMCના ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાઇ આવ્યા હતા

તોરેખાન પઠાણએ APMCના ચેરમેનની સત્તા સંભાળ્યા બાદ તેમણે કહ્યું હતું કે ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા તમામ પ્રયત્ન કરીશ અને ખેડૂતોના જે પણ વણઉકેલાયેલા પ્રશ્ન છે તેના પર સત્વરે કામ કરીશ.

TOREKHAN111 ખેડા APMCના ચેરમેન પદે તોરેખાન પઠાણની બિનહરીફ વરણી

ખેડા APMCના નવા ચેરમેન તરીકે તોરેખાન પઠાણ બિનહરીફ થયા હતા, તેમના નામની દરખાસ્ત મૂકવામાં આવી હતી અને તમામ સભ્યોએ કોઇપણ વાંધા વગર તેમના નામ પર મહોર લગાવી હતી,ખેડા જિલ્લામાં તોરેખાન પઠાણની એક આગવી ઓળખ છે તે તમામ સમાજને સાથે લઇને ચાલે છે,તેમની જિલ્લામાં ખુબ  લોકપ્રિયતા છે. તેમના સામાજિક કાર્ય પુરી નિષ્ઠાથી કરે છે, તેમના આ મિલનસાર સ્વભાવના લીધે તે છેલ્લા 20 વર્ષથી તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન પદે બિનહરીફ ચૂંટાઇ આવે છે, આ ઉપરાંત તે ખેડા તાલુકા પંચાયતના બે વાર પ્રમુખ પણ બન્યા છે.

તેઓ હમેશા નિસ્વાર્થ સેવાકીય પ્રવૃતિ કરે છે ,કોઇપણ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવા હેમેંશા તત્પર રહે છે. તોરેખાન હયાતખાન પઠાણ મૂળ ચાંદણાના છે તેમના કાર્યોના લીધે તે આજે સમગ્ર ખેડા જિલ્લામાં તે એક સેવાભાવી ખાન તરીકે ઓળખાય છે.

તોરેખાન હયાતખાન પઠાણ  ખેડા જિલ્લા કોંગ્રેસ લઘુમતી પ્રમુખ છે, આ સાથે તે મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજના ખજાનચી તરીકે પોતાની સેવા આપે છે.