Gandhinagar News: ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસના એન્કેફેલાઇટિસના કુલ 153 કેસો છે. આના લીધે અત્યાર સુધી કુલ 66 બાળકના મોત થયા છે. તેના લીધે આરોગ્યતંત્રમાં દોડધામ જોવા મળી રહી છે. તેમા સૌથી વધુ પંચમહાલમાં સાતના મોત થયા છે અને તેના પછીના ક્રમે અમદાવાદમાં છના મોત થયા છે. જ્યારે સાબરકાંઠામાં પાંચના મોત થયા છે.
ગજરાત રાજ્યના વાયરલ એન્કફલાઇટીસના કલ 153 કેસો નોંધાયા છે. જે પૈકી સાબરકાંઠામાં ૧૬, અરવલ્લીમાં સાત, મહીસાગરમાં ત્રણ, ખેડામાં સાત, મહેસાણામાં નવ, રાજકોટમાં સાત, સુરેન્દ્રનગરમાં પાંચ, અમદાવાદ કોર્પોરેશનમાં ૧૨, ગાંધીનગરમાં આઠ, પંચમહાલમાં ૧૬, જામનગરમાં સાત, મોરબી છ, ગાંધીનગર કોર્પોરેશન ત્રણ, છોટાઉદેપુર બે, દાહોદ ચાર, વડોદરા-સાત, નર્મદા-બે, બનાસકાંઠા-છ, વડોદરા કોર્પોરેશન-બે ભાવનગર સાત દેવભૂમિ દ્વારકા બે, રાજકોટ કોર્પોરેશન ચાર, કચ્છ-પાંચ સુરત કોર્પોરેશન બે, ભરૂચ ચાર, અમદાવાદ બે, જામનગર કોપોરેશન એક, પોરબંદર એક, પાટણ એક તેમજ ગીર સોમનાથ-એક શંકાસ્પદ કેસો મળેલ છે.
આરોગ્યની ટીમ દ્વારા પોઝીટીવ અને શકાસ્પદ મળેલ દદીના ઘર અને આસપાસનાં વિસ્તારના ઘરો મળીને કુલ ૪૭,૭૨૮ ઘરોમાં સમવિલન્સની કામગીરી કરવામાં આવેલ છે. વાયરલ એન્કેફેલાઇટીસના પોઝીટીવ કેસો મળેલ તાલકુાના તમામ ગામોના તમામ કાચા ઘરોમાં તાત્કાલિક મેલેમથયોન પાવડરથી ડસસ્ટિંગ/સ્પ્રેઈંગ કામગીરી ત્વરિત ધોરણે કરાઈ છે. કુલ ૭,૩૪,૧૮૬ કાચા ઘરોમાં મેલેમથયોન પાવડરથી ડસસ્ટિંગ કામગીરી કરવામાં આવેલ છે
મહેસાણા, રાજકોટ, મોરબીમાં ચાર-ચાર, અરવલ્લી, ગાંધીનગર, જામનગર, દાહોદ, બનાસકાંઠા અને કચ્છમાં ત્રણ-ત્રણના મોત થયા છે. જ્યારે ખેડા, સુરેન્દ્રનગર, વડોદરામાં બે-બે દર્દીના મોત થયા છે. રાજ્યમાં હાલમાં કુલ 19 દર્દી સારવાર લઈ રહ્યા છે અને 68ને રજા આપી દેવાઈ છે.
આ પણ વાંચો:ડાંગમાં અનરાધાર વરસાદ, અનેક રસ્તાઓ બંધ કરાયા
આ પણ વાંચો:લાખોની રોકડ બાદ હર્ષદ ભોજકના લોકરમાંથી રૂ.30 લાખનાં સોનાનાં બિસ્કીટ મળ્યા
આ પણ વાંચો:જામનગરમાં 3 માળની ઈમારત ધરાશાયી થતાં એકનું મોત