વલસાડ : વલસાડ પાસે આવેલ કેન્દ્રશાસિત પ્રદેશ દમણના બીચ પર યુવાન દારૂના નશામાં ભાન ભૂલ્યો. છાકટો બનેલ યુવાન દમણના બીચ પર યુવતીની છેડતી કરી રહ્યો હતો. યુવતીની છેડતી કરતા પરિવાર રોષે ભરાયો અને અન્ય પ્રવાસીઓ સહિત તમામે યુવાનને બરાબર મેથીપાક ચખાડ્યો. લોકોએ મેથીપાક ચખાડતા યુવાનની શાન ઠેકાણે આવી.
દમણના દરિયા કિનારે રવિવારે આ ઘટના બનવા પામી હતી. અત્યારે ઉનાળાની ગરમીમાં લોકો હિલ સ્ટેશન અને દરિયાકિનારે ફરવા જાય છે. એક પરિવાર દમણના દરિયા કિનારે પ્રવાસનો આનંદ માણી રહ્યો હતો. પરિવારની એક દિકરી દરિયા કિનારે રમતી હતી ત્યારે એક છેલબટાઉ યુવાન તેની છેડતી કરવા લાગ્યો. યુવતીના પરિવારનો લોકો ત્યાં હાજર હતા. તેમણે યુવાનની આ કરતૂત જોઈએ અને તેને આડેહાથ લીધો. દરમ્યાન પરિવારના ધ્યાનમાં આવ્યું કે આ યુવાને નશો કર્યો છે. દારૂના નશામાં ચૂર યુવાન ભાન ભૂલી યુવતીની છેડતી કરી રહ્યો હતો. દિવસે આ રીતે દારૂ પી યુવતીની છેડતી કરવા પર અન્ય પ્રવાસીઓએ પણ યુવાનને દોડાવી દોડાવીને માર મારતા પોલીસને હવાલે કર્યો. પોલીસે યુવાનની ધરપકડ કરી. આ મામલાની વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: નડિયાદમાં મોબાઇલ જુગારધામનો પોલીસે કર્યો પર્દાફાશઃ 42 જુગારીઓની ધરપકડ
આ પણ વાંચો: અમદાવાદ રિવરફ્રન્ટ પર બોટિંગ હજી બંધ, પોલીસની NOC આપવામાં ઢીલી કામગીરી
આ પણ વાંચો:અમદાવાદ-વડોદરામાં ઇન્કમટેક્સ રેડમાં 200 કરોડથી વધુ બેનામી વ્યવહારો મળ્યા