દેશમાં સેકન્ડ વેવ અંત તરફ હોય તેમ લાગી રહ્યું છે.24 કલાકમાં નવા કેસ એક લાખ નજીક નોંધવામાં આવ્યા છે. આજે પણ નવા નોંધાયા કેસ કરતા રિકવરીના કેસમાં ખાસ્સો વધારો જોવા મળ્યો છે.જે સમગ્ર દેશ માટે રાહતના સમાચાર ગણી શકાય તેમ છે.24 કલાકમાં દેશની વિવિધ હોસ્પિટલોમાં સામેની લડાઇ લડી અને રિકવરી પ્રાપ્ત કરનાર દર્દીઓની સંખ્યા 1.73 લાખ કેટલી નોંધવામાં આવી છે.
જ્યારે મૃત્યુ આંક પર નજર કરીએ તો દેશમાં વધુ 2436 લોકોના મોત નીપજ્યા છે આ સાથે કુલ મૃત્યુઆંક 3.49.221 થયો છે.એક્ટિવ કેસની સંખ્યામાં ઘણો વધારો ઘટાડો જોવા મળ્યો છે.એક્ટિવ કેસ ઘટીને 13. 98. 617 થયા છે. આ સાથે જ કુલ કેસની સંખ્યા 2.89.09.311 પર પહોંચી છે.
દેશના વિવિધ રાજ્યોમાં કોરાનાના નવા કેસ પર નજર કરીએ તો સૌથી વધુ તામિલનાડુમાં 20.421 કેસ, કેરળમાં 14.672 કેસ,કર્ણાટકમાં 12.209 કેસ, મહારાષ્ટ્રમાં 12.557 કેસ, આંધ્રપ્રદેશમાં 8976 કેસ,પશ્ચિમ બંગાળમાં 7002 કેસ, ઓરિસ્સામાં 7002 કેસ નોંધાયા છે.