જાન્યુઆરી 2021થી જીએસટીમાં આવી રહેલી નવી સિસ્ટમ જીએસટીઆર-1ને લઈને વેપારી કરદાતાઓને ડિપાર્ટમેન્ટ દ્વારા મેસેજ મોકલવામાં આવતા વેપારીઓ સામે સવાલો ઉભા થયા છે.જીએસટીમાં જાન્યુઆરી 21 નું ફેબ્રુઆરી માં ભરવાનું 1 રીટર્ન જો 5 કરોડ થી ઓછું ટર્નઓવર હોય તો તે કેસ માટે રીટર્નની નવી સીસ્ટમ આવી રહી છે. આ સિસ્ટમ મુજબ 5 કરોડથી ઓછા ટર્નઓવર માટે દર મહીનો પુરો થયા પછી B2B(IFF)/GSTR1 ની વીગત 13 દિવસમાં અપલોડ કરી આપવાની છે. આ વીગત જો દર મહિને રેગ્યુલર 13 દિવસમાં અપલોડ થશે તો જ ખરીદનારને ઇનપુટ તે મહિનામાં બાદ મલશે.
india/ સીમા પર ચીન સાથે ઘર્ષણની વચ્ચે ભારતની વધુ એક મિસાઈલનું પરીક્…
આ ઉપરાંત જીએસઆરટી3બી દર મહિને ભરતાં એ જાન્યુઆરીનું ફેબ્રુઆરીમાં ભરવાનું થતું રીટર્ન હવેથી ત્રણ મહીને કવાટર પુરું થયા પછી કરવાનું રહેશે. ડીસેમ્બર મનું જાન્યુઆરીમાં ભરવાનું થતું જીએસઆરટી 1- 13 દિવસમાં ફરજિયાત અપલોડ કરવાનું રહેશે.આ અંગે કરદાતાઓને એક મેંસેજ જાણ કરે છે કે 5 કરોડ થી નીચે ટર્નઓવરની કેટેગરી ડિફોલ્ટ રીતે કવાટરલી કરેલ છે. ફેરફાર કરવો હોય તો જીએસટીની વેબસાઈટ ઉપર કરી શકો છો.
Political / જમ્મુ-કાશ્મીરમાં 278 સીટ ઉપરના પરિણામો જાહેર, ગુપકાર સંગઠનનો…
આ સિસ્ટમ અંતર્ગત 5 કરોડ ટર્નઓવર માટે ઉપર રાબેતા મુજબ દર મહીને જીએસટીઆર1 અને જીએસટીઆર3બી ભરવાનાં રહેશે.ટુકમા અત્યાર સુધી 3બી દર મહીને ભરતાં હતાં જ્યારે જીએસટીઆર 1 દર ત્રણ મહિને ભરતા જે હવે ઉલ્ટું કરવાનું છે. બી2બીની વીગત દર મહીને 13 દિવસમાં અપલોડ કરી દેવાની જ્યારે 3બી ત્રણ મહીને. તે ઉપરાંત દર મહીને ભરવાનો થતો ટેક્ષ રેગ્યુલર ભરી આપવાનો રહેશે નહીતર વ્યાજ ની જવાબદારી આવશે.નવી રિટર્ન સિસ્ટમ જે જાન્યુઆરી 2021 થી લાગુ થવા જઈ રહી છે. સરલીકારણ તરફનું આ પગલું અવકારદાયક છે પરંતુ આ સિસ્ટમમાં જે માસિક ધોરણે 1 થી 13 તારીખ સુધીમાં બી2બી ઇનવોઇસ આપવાની પદ્ધતિ અતાર્કિક જણાઈ રહી છે અને કરદાતાઓને ક્રેડિટ લેવામાં મુશ્કેલીઓ સર્જાશે તેવું જાણકારો માની રહ્યા છે.
PM MODI / વડાપ્રધાને ખોલ્યો દલિત બાળકો માટે ખુશીઓનો પટારો, પોસ્ટ મેટ્ર…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…