Ahmedabad News: અમદાવાદમાં ટ્રાફિક પોલીસે નકલી ચલણી નોટો ઝડપતા સનસનાટી વ્યાપી ગઈ છે. અમદાવાદ ટ્રાફિક પોલીસે 500ની નકલી ચલણી નોટો સાથે ત્રણની ધરપકડ કરી છે. 500ના દરની નકલી 1,852 નકલી નોટો પકડાઈ છે.
9.26 લાખની કિંમતની નોટો કબ્જે કરવામાં આવી છે. મેહુલ સોની, નિખિલ સોની અને વિશાલ કર્ના નામની શખ્સની ધરપકડ કરવામાં આવી છે. એમપી પાસિંગની કારમાંથી નકલી નોટો મળી હતી.
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે અદાણી સર્કલ પાસેથી વાહન ચેકિંગ દરમિયાન નકલી ચલણી નોટો ઝડપી પાડી હતી. આઇ ડિવિઝન ટ્રાફિક પોલીસે મધ્ય પ્રદેશની એક ગાડીની તપાસ કરી હતી જેમાંથી નકલી ચલણી નોટો મળી આવી હતી.
ટ્રાફિક પોલીસે 1852 નોટો સાથે આરોપીઓને પકડીને રામોલ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો અને આરોપીઓને વધુ તપાસ માટે રામોલ પોલીસના હવાલે કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: PM મોદીએ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહેલા ખેલાડીઓ સાથે કરી વાત
આ પણ વાંચો: વર્લ્ડકપ વિજેતા ટીમનું ભારતમાં આગમન, કેપ્ટન રોહિત શર્માનું પરિવાર સાથે મિલન, માતાએ વરસાવ્યો પ્રેમ
આ પણ વાંચો: T-20 ફોર્મેટમાં વિરાટ કોહલીને કોણ કરશે રિપ્લેસ? સબા કરીમે આપ્યો જવાબ