- વડોદરાના સ્લોટર હાઉસના કારણે દુર્ગંધ
- સ્લોટર હાઉસ નજીક રહેતા સ્થાનિકો ત્રાહિમામ
- સ્લોટર હાઉસમાં મૃત પશુઓના કટિંગ
- ગાજરાવાડીમાં આવેલું છે સ્લોટર હાઉસ
- સ્લોટર હાઉસને શહેર બહાર ખસેડવા માંગ
વડોદરાના ગાજરાવાડી આવેલ સ્લોટર હાઉસના કારણે આવતી દુર્ગંધથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.વડોદરા કોર્પોરેશન દ્વારા સંચાલિત આ સ્લોટર હાઉસના મેદાનમાં પડી રહેતા મૃત પશુઓને કારણે દુર્ગંધ ફેલાય છે.જેથી સ્લોટર હાઉસના નજીક રહેતા લોકોને રહેવું મુશ્કેલ થઇ ગયું છે.ઉલ્લેખનીય છે કે, સુએઝ પંમ્પિંગ સ્ટેશન પાછળ છેલ્લા 35 વર્ષથી સ્લોટર હાઉસ કાર્યરત છે.અને અહી રોજ ના 50 થી 60 જેટલા પશુંઓ કટિંગ માટે આવે છે. ત્યારે સ્થાનિકો અને સિનિયર કોંગ્રેસ કાઉન્સિલર ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ દ્વારા સ્લોટર હાઉસ શહેર બહાર ખસેડવા માટે અનેક વખત રજુઆત કરાઇ છે.પરંતું સત્તાધારી ભાજપ અને કોંગ્રંસના સળી ગયેલા ઢોર જેવા રાજકારણના કારણે સ્થાનિકો હેરાન થઇ રહ્યા છે.
વડોદરા શહેરના ગાજરાવાડી સુએઝ પંમ્પિંગ સ્ટેશન પાછળ છેલ્લા 35 વર્ષથી સ્લોટર હાઉસ કાર્યરત છે વડોદરા કોર્પોરેશન દ્વારા સંચાલિત આ સ્લોટર હાઉસ અન્યત્ર ખસેડવા માટે સ્થાનિક અને સિનિયર કોંગ્રસ કાઉન્સિલર ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ જ્યારથી કાઉન્સિલર બન્યા છે ત્યારથી આ સ્લોટર હાઉસ શહેર બહાર ખસેડવા માટે રજૂઆત કરી છે અનેક વખત આદોલન પણ કર્યાં છે પરંતુ સળેલા ઢોર જેવા રાજકારણના કારણે સ્લોટર હાઉસ ખસેડવામાં આવતું નથી.
ચોવીસ કલાક આ સ્લોટર હાઉસના કારણે લોકોને દુર્ગંધનો સામનો કરવાનો વખત આવ્યો છે. એ તો ઠીક, આસપાસની સોસાયટીના વિસ્તારોમાં હવે કોઈ માતા-પિતા પોતાની દીકરીઓ પણ ત્યાં પરણાવવા માટે તૈયાર નથી. અસહ્ય દુર્ગંધ મારતી હોવાથી લોકોને ઘરના દરવાજા અને બારી બારણા બંધ રાખવાની ફરજ પડી રહી છે. બાળુ શુક્લ મેયર હતા. ત્યારે તેઓએ પ્રતિદિન 15 ઢોલનો નિકાલ વૈજ્ઞાનિક ઢબે થાય તે રીતનું આયોજન કર્યું હતું. પરંતુ આજની તારીખમાં પ્રતિદિન 50થી 60 ઢોર કટીંગ માટે આવતા હોવાથી મુશ્કેલી વધી રહી છે અને વિસ્તારને દુર્ગંધ મુક્ત કરવાની માંગ ઉઠી છે.
વડોદરા શહેરના માર્ગોને 15 દિવસમાં રખડતી ગાયો મુક્ત કરવાની ગુલબાંગો હાકનાર ટેકનોક્રેટ મેયર શહેરના માર્ગોને રખડતી ગાયો મુક્ત કરવામાં ભલે નિષ્ફળ ગયા. પરંતુ, જો મેયર ગાજરાવાડી સુએઝ પંમ્પિંગ સ્ટેશન પાછળ આવેલ સ્લોટર હાઉસ શહેર બહાર ખસેડી સ્થાનિક લોકોને દુર્ગંધ મુક્ત કરે તો પણ શહેરના માર્ગો ઉપર રખડતી ગાયો મુક્ત કરવાની જે ગુલબાંગો હાકી જે આબરૂ બગાડી છે. તે આબરૂ મહદઅંશે સચવાઇ જશે. મોટી જાહેરાતો કર્યાં બાદ દરેકમાં નિષ્ફળ ગયેલા મેયર આ સ્લોટર હાઉસ શહેર બહાર લઈ જાય તેવી સ્થાનિક કાઉન્સિલર અને સ્થાનિક લોકો પણ આશા રાખી રહ્યા છે.
આ પણ વાંચો :દાહોદની દિકરીને “અ કલરફુલ વર્લ્ડ” આલ્બમ માટે ગ્રેમી એવોર્ડ, પંથકમાં ફેલાઈ ગૌરવની લાગણી
આ પણ વાંચો : ગોરખનાથ મંદિરમાં થયેલા હુમલા બાદ ગુજરાત ATS સક્રિય, આરોપીને લઈને
આ પણ વાંચો :અરવિંદ કેજરીવાલ દિલ્હી પહોંચે તે પહેલાં ગુજરાતના નેતાઓએ આપ્યો મોટો ઝટકો
આ પણ વાંચો : આવી નજીવી બાબતમાં ચાર યુવકોએ મળીને એક યુવકની કરી દીધી હત્યા