- ગુજરાતમાં ખાનગી સ્કુલોના શિક્ષકો પરેશાન
- લાંબા સમયથી અનેકવિધ પડતર માગ
- શાળા સંચાલકોથી શિક્ષકો ભારે ત્રાહિમામ
- સરકાર ખાનગી સંસ્થાના સંચાલકોને સમજાવે
- સમાધાન નહીં થાય તો શિક્ષકો એકસંપ થશે
- શિક્ષકો સરકારને મધ્યસ્થી થવા રશે રજૂઆત
- રજૂઆત સકારાત્મક નહીં લેવાય તો સંમેલન
- શિક્ષકો રાજ્યસ્તરીય સંમેલન યોજશે
એક શિક્ષક સો વાલીની ગરજ સારે છે. પરંતુ લાંબા સમયથી શિક્ષકોના પડતર પ્રશ્નો ઉકેલવામાં ખાનગી સંસ્થાના સંચાલકો ઉદાસીનતા સેવે છે.એટલું જ નહીં શિક્ષકોનું અનેક રીતે શોષણ કરવામાં આવે છે. દરમિયાન હવે અંતે ખાનગી સંસ્થાના શિક્ષકોએ સરકારને દરમિયાનગીરી કરી તેમના પ્રશ્નો હલ કરવા રજૂઆત કરી છે. જો સરકાર અને સંચાલક હકારાત્મક અભિગમ નહીં અપનાવે તો શિક્ષકો એકમંચ થઇ નાછૂટકે સંમેલન યોજી પોતાની વ્યથા રજૂ કરશે.
આ પણ વાંચો :રાજકોટમાં 10 વર્ષની બાળકીએ કર્યો આપઘાત, જાણો શું છે કારણ
શિક્ષક એ સમાજમાં મોભો વધારતું વ્યક્તિત્વ છે. વિદ્યાર્થી સાથે વાલી પણ શિક્ષકને ખૂબ પ્રતિષ્ઠા અને માન-સન્માન મળે તેમ ઇચ્છે છે. પરંતુ ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી ખાનગી શૈક્ષણિક સંસ્થાના શિક્ષકો અનેકવિધ મુદ્દે પરેશાન થઇ રહ્યાં છે. સંચાલકો દ્વારા ખાનગી સંસ્થાના શિક્ષકોની સમસ્યા સાંભળવામાં આવતી નથી.એટલું જ નહીં શિક્ષકોનું અસહ્ય શોષણ કરવામાં આવતું હોવાની વ્યથા શિક્ષકોએ વ્યક્ત કરી છે. ખાનગીસંસ્થાના શિક્ષકોએ પોતાની વેદના મેનેજમેન્ટ કે સરકાર સુધી રજૂ કરી છે.પરંતુ સરકાર કે મેનેજમેન્ટે કોઇ પ્રતિભાવ આપ્યા નથી.
આ પણ વાંચો :સરખેજમાં જાનૈયાઓ DJના તાલે ઝૂમતા હતા અને અચાનક આખલાએ કર્યો હુમલો, જુઓ વીડિયો
ખાનગી સંસ્થાના શિક્ષકોની સમસ્યા
- ખાનગી શિક્ષકો મળવાપાત્ર પગાર અને રજાથી વંચિત
- અનેક શિક્ષકોનો 1 મહિનાનો પગાર જમા રાખ્યો
- જાહેરરજા હોય ત્યારે વિના વેતન ફરજીયાત કાર્ય કરવા દબાણ
- દિવાળી અને ઉનાળુ વેકેશનમાં પગાર કાપવો
- શિક્ષકના કાર્યના કલાક નિયમિત અનિયમિત
- શિક્ષક સિવાયના અન્ય કાર્ય માટે પણ દબાણ
- શિક્ષક પાસે વધુ પગારના વાઉચરમાં સહી અને વાસ્તવિક ઓછો પગાર ચૂકવવો
રાજ્યમાં અનેક ખાનગી સંસ્થાઓ આવેલી છે. તમામ સંસ્થામાં આ પ્રવૃત્તિ છે એવું નથી.પરંતુ મહદઅંશે સ્કુલમાં આ પ્રકારે અભિગમ અપનાવાતાં સરકાર સમક્ષ હજી ખાનગી સંસ્થાના શિક્ષકો હજી એક વખત તક આપવા ઇચ્છે છે.સંચાલકો સરકાર સાથે સમસ્યાના સમાધાન માટે આશાસ્પદ છે. પરિણામે હજી એક વાર હકારાત્મક રજૂઆત કરવામાં આવશે. પરંતુ હવે જો સરકાર સંચાલકોને સમજાવવામાં મધ્યસ્થી નહીં કરે તો શૈક્ષણિકસંસ્થા એકસંપ થઇ સામૂહિક સંમેલનનું આયોજન કરશે.સામૂહિક સંમેલનના માધ્યમથી શિક્ષકોના પ્રશ્નો હલ થઇ જાય એ ઇચ્છનીય છે.જો હલ નહીં થાય તો નૂતનવર્ષ-2022ના પ્રારંભે શિક્ષક સંમેલન યોજાશે.
આ પણ વાંચો :નિર્ણયનગરમાં અસામાજિક તત્વોનો આતંક, 40 થી વધુ કારના તોડ્યા કાચ
આ પણ વાંચો :ભીલડી રોડ પર સર્જાયો અકસ્માત, બે નાં મોત, 13 લોકોને થઈ ઇજા
આ પણ વાંચો : દેશમાં મ્યુકોરમાયકોસીસનાં કેસમાં ગુજરાત બીજા સ્થાને