સુરતઃ સુરતમાં ચૂંટણીપંચની આચારસંહિતાના ભંગનો મામલો સામે આવ્યો છે. આચારસંહિતાના ભંગના કારણે ડીજીવીસીએલ (દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ)ના છ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. તેમની સામે આચારસંહિતાના ભંગ બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે.
કોંગ્રેસ દ્વારા ડીજીવીસીએલના કર્મચારીઓ સામે ચૂંટણીપંચમાં પરિયાદ કરવામાં આવી હતી. આમ ડીવીજીવીસીએલના બાબુએને ચૂંટણીપ્રચાર કરવો ભારે પડ્યો હતો. આ ઉપરાંત તેઓ ભાજપ ઉમેદવારની કચેરીમાં પણ હાજરી આપી હતી.
ડીજીવીસીએલના કર્મચારી નીરવ દેસાઈને ભરૂચ મોકલવામાં આવ્યા હતાઅને આશિષ પટેલની વ્યારા બદલી કરવામાં આવી હતી. આ સિવાય અન્ય ચાર કર્મચારીઓની પણ જિલ્લા બહાર બદલી કરવામાં આવી હતી. આમ ગુજરાતમાં આચારસંહિતા ભંગનો લંભવતઃ આ પહેલો કેસ નોંધાયો છે.
આ પણ વાંચો:કોંગ્રેસે ભાજપ પર કર્યા આકરા પ્રહારો, કહ્યું, સરકારની નીતિઓનો ભોગ બની રહ્યા છે પરિવારો
આ પણ વાંચોઃ Bhavnagar-Truck accident/ભાવનગર નજીક ટ્રકે પલ્ટી ખાતા એકનું મોત
આ પણ વાંચોઃ Valsad/પ્રાથનામાં હાજરી ન આપતા વિદ્યાર્થીનીને બાથરૂમમાં બંધ કરી દીધી
આ પણ વાંચોઃ રાજકોટ/પાટીદારોએ પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં લગાવ્યા બેનરો, તો ચૂંટણી અધિકારીઓએ હટાવ્યા