ગુજરાત/ ભાજપમાં જોડાઈ શકે છે આદિવાસીના આ મોટા નેતા

ગુજરાતના રાજકારણમાં લોકસભા ચૂંટણી 2024 પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે, એક તરફ ભાજપ સામે કોંગ્રેસ અને AAP એક થઇ INDIA ગઠબંધન હેઠળ લડવાના છે

Gujarat Top Stories
5 ભાજપમાં જોડાઈ શકે છે આદિવાસીના આ મોટા નેતા

ગુજરાતના રાજકારણમાં લોકસભા ચૂંટણી 2024 પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. એક તરફ ભાજપ સામે કોંગ્રેસ અને AAP એક થઇ INDIA ગઠબંધન હેઠળ લડવાના છે.  તો બીજી બાજુ  દક્ષિણ ગુજરાતના મોટા આદિવાસી નેતા ભારતીય ટ્રાઈબલ પાર્ટી-BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા ભાજપમાં જોડાવાની શકયતા મજબૂત બનતી જઈ રહી છે

સૂત્રોના જણાવ્યા પ્રમાણે મહેશ વસાવા ટૂંક સમયમાં જાહેર સંમેલન કરીને મોટી સંખ્યામાં BTPના આગેવાનો અને કાર્યકરો સાથે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. નોંધનીય છે કે મહેશ વસાવાના ભાજપમાં જોડાવાશે તો BJPની આદિવાસી વોટબેન્ક વધારે  મજબૂત થઈ જશે જેમાં કોઈ બે મત નથી.

નોંધનીય છે કે, આજે દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ તેમની ટીમ સાથે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાતના ફોટોઝ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.ત્યાર પછી મહેશ વસાવા બીજેપીમાં જોડાશે એવી અટકળો વધુ મજબૂત બની છે.