Not Set/ પાકિસ્તાન બાદ બાંગ્લાદેશમાં હિંન્દુઓ પર આવી મુસિબત, ઘરો અને મંદિરોમાં તોડફોડ

પાકિસ્તાન બાદ હવે બંગ્લાદેશમાં હિન્દુઓ પર મુસબિત નો પહાડ પડ્યો છે. અહી હિન્દુઓનાં ઘરો અને મંદિરોમાં અમુક કટ્ટરવાદીઓ દ્વારા તોડફોડ કરવામાં આવી.

Top Stories World
બાંગ્લાદેશમાં

પાકિસ્તાન બાદ બાંગ્લાદેશમાં ફરી એકવાર લઘુમતી હિન્દુ સમુદાય પર હુમલો થયો છે. આ દરમ્યાન મંદિરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ સિવાય હિન્દુઓનાં 100 મકાનોને આગ લગાડવામાં આવી અને લૂંટ કરવામાં આવી હતી.

11 211 પાકિસ્તાન બાદ બાંગ્લાદેશમાં હિંન્દુઓ પર આવી મુસિબત, ઘરો અને મંદિરોમાં તોડફોડ

આ પણ વાંચો – કોરોના કહેર / ઈરાન, અમેરિકા, બ્રાઝિલ અને રશિયા સહિતના દેશોમાં કોરોના વકર્યો,સંક્રમિતોના આંકડામાં ચાર ગણો વધારો

હવે બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓનાં મંદિરોને નિશાન બનાવવામાં આવ્યા છે. શનિવારે બાંગ્લાદેશમાં કેટલાક ઉગ્રવાદીઓએ અનેક મકાનો, દુકાનો પર હુમલો કર્યો અને લઘુમતી હિન્દુ સમુદાયનાં ચાર મંદિરોમાં તોડફોડ કરી હતી. આ ઘટના બાંગ્લાદેશનાં ખુલના જિલ્લાનાં રૂપશા ઉપજિલ્લાનાં શિયાલી ગામની છે. શિયાળી ગામમાં ચાર મંદિરોની અનેક મૂર્તિઓની તોડફોડ કરવામાં આવી હતી. આ સાથે જ છ દુકાનો અને હિન્દુ લોકોનાં કેટલાક મકાનોમાં તોડફોડ કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે રવિવારે 10 લોકોની ધરપકડ કરી છે. એવું કહેવાય છે કે 100 જેટલા મુસ્લિમ કટ્ટરવાદીઓએ હિન્દુ મંદિરો અને ઘરોને નિશાન બનાવ્યા હતા. હાલ પોલીસ આરોપીઓની શોધખોળ સાથે વિસ્તારમાં શાંતિ અને વ્યવસ્થા જાળવવા પર ભાર આપી રહી છે. એક પોલીસ અધિકારીએ ન્યૂઝ એજન્સી આઈએએનએસને જણાવ્યું કે, આ ઘટના શનિવારે બપોરે બની હતી, જેને પગલે વિસ્તારમાં તણાવ ફેલાયો હતો અને અધિકારીઓએ વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરવી પડી હતી. સ્થાનિકોએ જણાવ્યું કે, શુક્રવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ લઘુમતી હિન્દુ મહિલા ભક્તોનું એક જૂથ ધાર્મિક યાત્રાએ નીકળ્યું હતું. આ મુસાફરી પુરબા પારા મંદિરથી શિયાલી સ્મશાન ભૂમિ સુધીની હતી. તેઓ રસ્તામાં એક મસ્જિદ પાર કરી ગયા હતા. આ દરમ્યાન મસ્જિદનાં ઈમામે સૂત્રોચ્ચાર કરીને યાત્રાનો વિરોધ કર્યો હતો. આનાથી હિન્દુ ભક્તો અને ઇસ્લામિક મૌલવીઓ વચ્ચે ઉગ્ર દલીલ થઈ.

11 212 પાકિસ્તાન બાદ બાંગ્લાદેશમાં હિંન્દુઓ પર આવી મુસિબત, ઘરો અને મંદિરોમાં તોડફોડ

આ પણ વાંચો – આર્થિક રીતે કંગાળ / પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ પાસે પાણી પીવડાવવાના પૈસા નથી ? હવે મુસાફરોને મિનરલ પાણીની બોટલ નહીં આપે

પોલીસનાં જણાવ્યા અનુસાર, શનિવારે સાંજે 5.45 વાગ્યાની આસપાસ 100 જેટલા હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારોથી તોડફોડ શરૂ કરી હતી. હિંસા દરમ્યાન ચાર મંદિરોમાં તોડફોડ કરવામાં આવી હતી અને એક મકાનમાં તોડફોડ કરવામાં આવી હતી. આ સાથે જ શિયાળી ગામમાં હિન્દુ સમુદાયની છ દુકાનોમાં તોડફોડ કરવામાં આવી હતી. સ્થાનિક પૂજા ઉદયપોન પરિષદનાં પ્રમુખ શક્તિપાડા બાસુએ ન્યૂઝ એજન્સી IANS ને જણાવ્યું હતું કે, સોથી વધુ મુસ્લિમોએ તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો. તેઓએ દવાની દુકાન, કરિયાણાની દુકાન, બજારમાં ચાની દુકાનમાં તોડફોડ કરી હતી.