કાર્ગો ટ્રેલર અને આઇસર વચ્ચે અકસ્માત
અકસ્માતમાં LPG સિલિન્ડરમાં થયો બ્લાસ્ટ
ટ્રક ચાલકને સારવાર હેઠળ ખસેડાયો
ફાયર ફાઈટરોએ આગ પર લીધો કાબુ
અકસ્માતમાં ટ્રક ચાલકનું નિપજ્યું મોત
અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત
ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો
નડીયાદની હોસ્પિ.માં અકસ્માત અર્થે ખસેડ્યો
રાજ્યમાં રોડ અકસ્માતના કેસ પ્રતિદિન વધી રહ્યા છે, વાહનચાલકો બેફિકરાઇ અને ઓવર સ્પીડ વાહન ચલાવતા અકસ્માત સર્જાય છે. ટ્રાફિકના નિયમમો નેવે મુકીને વાહન ચલાવતા હોય છે, વડોદરા-અમદાવાદ એકસપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં એલપીજી સિલિન્ડરનો બ્લાસ્ટ થયો હતો આ અકસ્માતમાં ટ્રક ચાલકનું મોત નિપજ્યું છે,જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ છે તેને સારવાર અર્થે હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર રાત્રે ટ્રિપલ અકસ્માત સર્જાતા ટ્રકમાં આગ લાગતા એક ટ્રક ડ્રાયવરનું મોત થયું છે. જ્યારે અન્ય એક ઘાયલને નડિયાદની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. અકસ્માતને પગલે એક્સપ્રેસ હાઇવે પર એક કલાક સુધી ટ્રાફિકજામ થઇ ગયો હતો.
આ ઘટનાની મળતી માહિતી અનુસાર રાત્રે સવા નવ વાગ્યા આસપાસ નડિયાદથી અમદાવાદ તરફ આવી રહેલો ટ્રેલર રોડની સાઇડમાં ઉભા રહેલા આઇસરની પાછળ ધડાકાભેર અથડાયો હતો. અકસ્માતને કારણે ટ્રેલરની કેબિનમાં રહેલા સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો અને આગ ફાટી નીકળી હતી. જેમાં ટ્રેલર (GJ-12-AT-9104) નો ડ્રાયવર નરેશ મહંતો જીવતો સળગી ગયો હતો.દરમિયાન તેની પાછળ આવી રહેલા અન્ય એક ટ્રકના ચાલકે અકસ્માતગ્રસ્ત વાહનોમાં અથડાતા બચવાનો પ્રયાસ કરતા તેણે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવ્યો હતો અને તે ટ્રક રોડ ક્રોસ કરી બીજી તરફ પટકાઇ હતી. જેના કારણે તે ટ્રકમાંથી ઓઇલ ઢોળાતા ટ્રાફિકજામ સર્જાયો
આ સમગ્ર ઘટનાની જાણ અમદાવાદ ફાયરબ્રિગેડને કરવામાં આવી હતી. જેથી અમદાવાદના ફાયર ઓફિસર ઓમ જાડેજા સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આગ પર કાબૂ મેળવી અકસ્માતગ્રસ્ત વાહનોને સાઇડમાં કરી અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ટ્રાફિક યથાવત કર્યો હતો.પોલીસ ઘટના સ્થળે પહોંચીને સત્વરે બચાવની કામગીરીમાં લાગી હતી અને જે ઘાયલ હતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલવાની તજવીજ હાથધરી હતી, આ ઘમખ્વાર અકસ્માત થતાં હાઇવે ટ્રાફિક જામ થઇ ગયો હતો લાંબા સમય બાદ ટ્રાફિક હળવો થયો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.