અમદાવાદ : શહેરના ધોળકા વિસ્તારમાં એક મહિલા ટ્રક ડ્રાઈવર પાસે લીફ્ટ માંગતા મોટી દુર્ઘટનાનો શિકાર થઈ. લિફ્ટ માંગતી મહિલાનો ટ્રક ડ્રાઈવરે ખોટો લાભ લીધો. ટ્રક ડ્રાઈવરને અમદાવાદ જવું હોવા છતાં લિફ્ટ માંગેલ મહિલા બેઠી હોવાના લીધે 2.30 કલાક સુધી અલગઅલગ માર્ગો પર લઈ જઈ કેબીનમાં દુષ્કર્મ આચર્યા બાદ તેને ધોળકા નજીક ધક્કો મારી ઉતારી દીધી. માતાને ઉતાર્યા બાદ ટ્રક ડ્રાઈવરે બાળકનો છૂટો ઘા કરતા તેને નીચે ફેંકી દીધુ. દરમ્યાન બાળક પર ટ્રકનું ટાયર ફરી વળ્યું. આ મામલે પોલીસે ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ બળાત્કાર અને બાળકની હત્યા મામલે ગુનો નોંધ્યો.
મહિલાની એકલતાની લીધો લાભ
ઘટનાની વિગત મુજબ ધોળકાથી ઘરે પરત ફરવા 30 વર્ષીય મહિલાએ ટ્રક ડ્રાઈવર પાસે લિફ્ટ માંગી. મહિલા અમદાવાદના ચંદ્રોડા તળાવ પાસે રહે છે. અમદાવાદ ઘરે પરત ફરવા મહિલા ધોળાના ગાય સર્કલ નજીક ઉભી હતી. દરમ્યાન 9.30 કલાકની આસપાસ રાત્રે ટ્રક પસાર થતી હતી ત્યારે તેમની પાસે લિફ્ટ માંગી. ટ્રક ડ્રાઈવરે બદદાનતથી મહિલાને બેસાડી અને અંધારામાં બીજી દિશા તરફ ટ્રક હંકારી મુકી. કોઈ અવાવરુ સ્થળ પર લઈ જઈ મહિલાની એકલતાનો લાભ લઈ કેબિન બંધ કરી ટ્રક ડ્રાઈવરે દુષ્કર્મ આચર્યું.
ડ્રાઈવરે આપી ધમકી
બાદમાં ટ્રક ડ્રાઈવરે મહિલાને આ બનાવની કોઈને જાણ ના કરવા જાનથી મારી નાખવાની ધમકી આપી. ડ્રાઈવરે મહિલા પર દુષ્કર્મ આચર્યા બાદ ધોળકા નજીકની આર્યવ્રત સોસાયટીથી થોડે દૂર ધક્કો મારી ઉતારી. અને તેના દોઢ વર્ષના બાળકને છૂટુ ફેંકયું. દરમ્યાન બાળક ટ્રકના ટાયર નીચે આવતા મોતને ભેટ્યું. બાળકનું મોત થવા અને તેના પર દુષ્કર્મ થવા મામલે મહિલાએ ઘોળકા પોલીસમાં ફરિયાદ નોંધાવી. ટ્રક ડ્રાઇવરનું નામ ચરણસીંગ ઉર્ફે શ્રવણ પુલસીંગ ચૌહાણ હોવાનું સામે આવ્યું છે અને તે રાજસ્થાનનો રહેવાસી છે. મહિલા પર દુષ્કર્મ અને બાળકના મોત થવાની ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસે પીકો કલમ 376 (1), 302 અને 506 (2) મુજબ ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડ્યો છે.
આ પણ વાંચો:વિશ્વાસ જ ગુમાવી દેશે લોકો; બંગાળના શિક્ષક ભરતી કૌભાંડ પર બોલ્યા ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ
આ પણ વાંચો:કોરોના દરેક સામે કારગર All-in-One રસી આવશે….