રશિયાએ યુક્રેનની સરહદે સૈનિકો અને હથિયારોની તૈનાતી વધારી દીધી છે, જે તાજેતરની સેટેલાઇટ તસવીરો દ્વારા સામે આવી રહી છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનના બે અલગતાવાદી પ્રદેશો, ડોનેત્સ્ક અને લુહાન્સ્કને સ્વતંત્ર પ્રદેશો તરીકે માન્યતા આપી છે અને તેમના સૈનિકોને આ વિસ્તારોમાં પ્રવેશવાની મંજૂરી આપી છે. જ્યાં એક તરફ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન પુતિનના તાજેતરના પગલા પર આકરા પ્રતિબંધો લાદી રહ્યા છે તો બીજી તરફ પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પુતિનના નિર્ણયના વખાણ કરતા થાકતા નથી. તેઓ પુતિનને પ્રતિભાશાળી અને શાંતિ નિર્માતા ગણાવે છે.
ટ્રમ્પ એમ પણ કહે છે કે જો તેઓ સત્તામાં હોત તો રશિયાએ યુક્રેનને ધમકી ન આપી હોત. ટ્રમ્પે રાઈટવિંગ રેડિયો પ્રોગ્રામમાં ભાગ લીધો હતો જ્યાં એન્કરે તેમને પૂછ્યું હતું કે રશિયા દ્વારા યુક્રેનના બે પ્રદેશોને સ્વતંત્ર પ્રદેશો તરીકે માન્યતા આપવા વિશે તેઓ શું કહેવા માગે છે. તેના જવાબમાં ટ્રમ્પે કહ્યું, ‘મેં આ ટીવી પર જોયું અને કહ્યું કે આ એક જીનિયસ છે. પુતિને યુક્રેનના મોટા ભાગને સ્વતંત્ર જાહેર કર્યો છે…..ઓહ…તે અદ્ભુત છે.’
ટ્રમ્પે પુતિનની તુલના શાંતિદૂત સાથે કરી હતી અને કહ્યું હતું કે યુક્રેનમાં રશિયાની કાર્યવાહીમાંથી યુએસએ શીખવું જોઈએ અને મેક્સિકો સાથેની તેની દક્ષિણ સરહદ પર સમાન અભિગમ અપનાવવો જોઈએ.
તેમણ વધુમાં કહ્યું, ‘તો પુતિન હવે કહી રહ્યા છે કે યુક્રેનનો મોટો વિસ્તાર હવે સ્વતંત્ર છે. હું કહું છું કે આ કેટલું સ્માર્ટ છે? અને તે અંદર જઈને શાંતિદૂત બનવા જઈ રહ્યા છે. તે શાંતિના સૌથી મજબૂત સંદેશવાહક છે. અમે તેનો ઉપયોગ અમારી દક્ષિણ સરહદ પર કરી શકીએ છીએ.પુતિનની પ્રશંસા કરતા ટ્રમ્પે તેમને સ્માર્ટ ગણાવ્યા. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે જો બિડેને આ મુદ્દાને યોગ્ય રીતે હેન્ડલ કર્યો હોત તો આ સ્થિતિ ન સર્જાઈ હોત. તેમણે કહ્યું કે જો હું સત્તામાં હોત તો પુતિન આવું ન કરી શક્યા હોત.
ટ્રમ્પે કહ્યું, ‘હું વ્લાદિમીર પુતિનને સારી રીતે ઓળખું છું. જો તે મારી સરકાર હોત, તો તેઓએ ક્યારેય તે કર્યું ન હોત જે તેઓ અત્યારે કરી રહ્યા છે…..ક્યારેય નહીં.